રાજકોટમાં હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ થવાની એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં રાજકોટમાં ક્રિકેટ રમીને ઘરે જતા યુવકને રસ્તામાં અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો. આ કારણોસર તેનું મૃત્યુ થયું છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ ભરતભાઈ બારૈયા હતું. મળતી માહિતી અનુસાર ભરતભાઈ ભાણકીના લગ્ન હોવાના કારણે ડીશાથી રાજકોટ આવ્યા હતા.
ત્યારે ગઈકાલે ભરતભાઈ બારૈયા શાસ્ત્રી મેદાન ખાતે પોતાના સંબંધીઓ અને મિત્ર સાથે ક્રિકેટ રમવા માટે ગયા હતા. ક્રિકેટ રમીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ ભરતભાઈ બેભાન થઈને ઢળી પડ્યા હતા. ત્યારબાદ ભરતભાઈના મિત્રો તેમને 108 ની મદદ થી સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
પરંતુ અહીં હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા ભરતભાઈનું મૃત્યુ થઈ ગયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હાર્ટ એટેક આવવાના કારણે ભરતભાઈ નું મૃત્યુ થયું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા ભરતભાઈ ત્રણ બહેનોના એક માત્ર ભાઈ હતા. તેઓ પોતાની ભાણકીના લગ્નમાં રાજકોટ આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે આ દુઃખદ ઘટના બની હતી. ભરતભાઈના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારની મહિલાઓએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યું હતું.
મૃત્યુ પામેલા ભરતભાઈ ની ઉંમર 40 વર્ષની હતી અને તેઓ પોતાની પિતરાઈ બહેનની દીકરીના લગ્નમાં રાજકોટ આવ્યા હતા. ભરતભાઈનો મૃત્યુ થતાં જ પરિવારમ ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. મૃત્યુના સમાચાર મળતા જ ભરતભાઈ ની પત્ની, તેમના સાસુ સહિતના પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા હતા.
હોસ્પિટલમાં પરિવારની મહિલાઓએ ભરતભાઈના મૃતદેહને ગળે વળગાડીને હૈયાફાટ રૂદન કર્યું હતું. જેના કારણે હોસ્પિટલમાં ચારેય બાજુ ગમગમી છવાઈ ગઈ હતી. પરિવાર હોસ્પિટલમાં કરેલા હૈયાફાટ રૂદનનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મિત્રો આ વિડીયો જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment