ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અમદાવાદમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં ઝવેરી પાર્ક નજીક આવેલી માલધારી સોસાયટીમાં સીએનસીડી વિભાગની ટીમ ઢોર પકડવા માટે ગઈ હતી. આ દરમિયાન ધક્કા મૂકી વચ્ચે એક રોજ વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું.
માલધારી વૃદ્ધ વ્યક્તિનો મોત થતા જ તેમના પરિવારજનો અને માલધારીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. વૃદ્ધ વ્યક્તિનું મોત થયા બાદ મોટી સંખ્યામાં માલધારીઓ કોર્પોરેશનની ઓફિસે પહોંચ્યા હતા. અહીં મૃતકના પરિવારજનોએ ન્યાય સાથે હંગામો મચાવ્યો હતો.
આ સમગ્ર ઘટના ને લઈને સ્થાનિક માલધારીઓ અને મૃત્યુ પામેલા વૃદ્ધ વ્યક્તિના પરિવારજનોનું આક્ષેપ છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઘરમાં બાંધેલા ઢોર પકડવા આવી હતી. દરમિયાન વૃદ્ધ વ્યક્તિ વચ્ચે પડ્યા ત્યારે તેમને ધક્કો વાગ્યો હતો અને તેઓ જમીન પર પડી ગયા હતા. ત્યારબાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું.
જાણવા મળી રહ્યું છે કે, અમદાવાદ મહાનગરપાલિકાની ઢોર પકડવાની ટીમ સાથે ધક્કા મૂકી થઈ હતી. આ દરમિયાન વૃદ્ધ વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. રોજ વ્યક્તિનું મોત થતા જ તેમના પરિવારજનોને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયું હતું. આ વાત ના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં માલધારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઢોર પકડવાની ટીમમાં લગભગ 15થી પણ વધુ લોકો આવ્યા હતા. તે લોકો અહીં વૃદ્ધના ઘરે બાંધેલી ગાયને છોડીને લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન વૃદ્ધ વ્યક્તિએ તેમને રોક્યા હતા, ત્યારે ધક્કા મૂકી થઈ હતી. આ ઘટનામાં વૃદ્ધ વ્યક્તિને ધક્કો લાગ્યો હતો અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા.
ત્યાર પછી તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું. સમાજના એક વડીલના મોતના સમાચાર મળ્યા બાદ મોટી સંખ્યામાં સમાયોજના ભાઈઓ ઉસ્માનપુરા ઓફિસ કાલથી ભેગા થઈ ગયા હતા અને અહીંયા ધારણા કર્યા હતા. જ્યાં સુધી કોઈ પણ અધિકારી વિરુદ્ધ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી અમે અહીં જ બેસશું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment