ખેડામાં ચાલુ ફરજ દરમ્યાન અચાનક જ હાર્ટ એટેક આવતા અધિકારીનું કરુણ મોત… હસતા-ખેલતા પરિવારમાં શોકનું મોજુ ફરી…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવતા મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ખેડાના વસોમાં ફરજ ઉપર હાજર ATDOનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. મૃત્યુ પામેલા ATDOનું નામ અજયસિંહ જામ હતું.

તેઓ ફરજ પર હતા ત્યારે તેમને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ તેમના પરિવારજનો અને કચેરીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે અજયસિંહ વિસ્તરણ અધિકારી અને ATDO તરીકે ફરજ બજાવતા હતા.

તાલુકા પંચાયતમાં ચાલુ ફરજ દરમિયાન અજયસિંહનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે અજયસિંહ ગુજરાત રાજ્ય તલાટી મહામંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ નડિયાદ નજીક આવેલા હાથજ ગામના વતની હતા. અજયસિંહનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું. આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મિત્રો તમને બધાને ખબર હશે કે છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને નાની ઉંમરના યુવાનો અને યુવતીઓને હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહ્યા છે. હાર્ટ એટેક આવવાથી મોત થવાની ઘટનાઓ ગુજરાત રાજ્યમાં પહેલા પણ ઘણી બધી બની ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*