હોમગાર્ડની ભરતીની દોડમાં એક યુવકનું હૃદય બેસી જતાં કરુણ મૃત્યુ, બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

અરવલ્લી જિલ્લાની એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં હોમગાર્ડ ની ભરતી પ્રક્રિયામાં એક યુવકનું મૃત્યુ થયું છે. મોડાસા તાલુકાના સાકરીયા નજીક આવેલા પોલિસ પરેડ મેદાનમાં હોમગાર્ડની ફિઝિકલ ટેસ્ટની દોડ હતી.

તે દોડમાં ભિલકુવા ગામના એક યુવકને દોડતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપાડ્યો હતો. યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા તે પહેલાં જ યુવક તે પોતાનો જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી અનુસાર યુવકના મૃત્યુના કારણે બે બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે.

યુવક હોમગાર્ડની રેસમાં જિંદગીની રેસ હારી ગયો. યુવકના મૃત્યુ ની જાણ થતાં પરિવારજનો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં હોમગાર્ડ ની ભરતી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં યુવાનો આવ્યા હતા. હોમગાર્ડ ભરતી પ્રક્રિયા રવિવારના રોજ હતી. આ સમગ્ર ઘટના રવિવારના રોજ સવારે બની હતી.

જ્યારે રણજીતસિંહ પરમાર નામનો યુવક હોમગાર્ડની દોડમાં દોડી રહ્યો હતો ત્યારે તેને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેને સારવાર માટે 108 ની મદદથી મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટર દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતા યુવકના પરિવારજનો અને સગાસંબંધીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના કારણે એક 3 વર્ષના બાળકે અને એક 7 મહિનાના બાળકને પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*