સુરત શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક XUV કાર ચાલકની બેદરકારીના કારણે રિક્ષાની રાહ જોઈને ઊભેલી મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરતમાં ચૌટાપુલ વિસ્તારમાં સાંજના સમયે એક એસયુવી કાર ચાલકે રીક્ષાને જોરદાર ઠક્કર લગાવી હતી.
જેના કારણે ત્યાં ઊભેલી એક મહિલા બે રીક્ષાની વચ્ચે ફસાઈ ગઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. જ્યારે આ ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાની બહેનપણી અને રીક્ષા ચાલકને ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બની આબાદ એસયુવી કાર ચાલક ઘટના સ્થળે જ પોતાની કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. મહિલાના મૃત્યુના કારણે બે દીકરાઓએ માતાની છત્રછાયા ગુમાવી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના વેડ રોડ તિરુપતિ સોસાયટીમાં તિરુપતિ એપાર્ટમેન્ટમાં રહેતા રત્નકલાકાર કૈલાશભાઈ કામટેકરની પત્ની પ્રેમીલાબેન બપોરે 1:30 વાગ્યાની આસપાસ પોતાની બહેનપણી સંગીતાબેન સાથે ચૌટા બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા. ખરીદી કર્યા બાદ બંને બહેનપણીઓ પોણા ચાર વાગ્યાની આસપાસ ચૌટાપુલ પર આવી ચોકબજાર ચાર રસ્તા તરફ જવાની રીક્ષાની રાહ જોઈ રહ્યા હતા.
આ દરમિયાન GJ 21 CC 6615 નંબરની એસયુવી 700 કાર ચાલકે ત્યાં ઉભેલી રીક્ષા ને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે તે રીક્ષા આગળ પડેલી રીક્ષા સાથે અથડાઈ હતી. આ દરમિયાન વચ્ચે ઉભેલા પ્રેમીલાબેન બંને રિક્ષા વચ્ચે ફસાઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી.
એટલી જોરદાર હતી કે પ્રેમીલાબેન ઘટના સ્થળે બેભાન થઈને નીચે પડ્યા હતા. આ ઘટનામાં રીક્ષા ચાલકને પણ ઇજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ ઘટનાની જાણ એમ્બ્યુલન્સને કરી હતી.
પછી પ્રેમીલાબેન અને સંગીતાબેનને 108 ની મદદ થી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે પ્રેમીલાબેનને મૃત જાહેર કર્યા હતા. પ્રેમીલાબેનનું મૃત્યુ થતાં જ બે દીકરાઓએ માતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા પ્રેમીલાબેનના પતિની ફરિયાદના આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment