રાજકોટમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગત 29 જૂન એટલે કે બુધવારના રોજ દમયંતીબેન તેમના પતિ ભરતભાઈ સુતરીયા સાથે અનિડા ગામે સંબંધીના સ્મશાન યાત્રામાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર રહેલું સ્પીડ બ્રેકર ભરતભાઈને નજરમાં ન ચડ્યું, તેથી ભરતભાઈએ બાઈક પરથી બેલેન્સ ગુમાવી દીધું હતું.
જેના કારણે બાઇકની પાછળ બેઠેલા દમયંતીબેન ઉછળીને રોડ પર પડ્યા હતા. આ ઘટનામાં તેમના કાન અને નાકના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ દમયંતીબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં દમયંતીબેન નું તાત્કાલિક ઓપરેશન કરીને તેમને આઈસીયુ માં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે સારવાર દરમિયાન દમયંતીબેનને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
દમયંતીબેનના મૃત્યુના કારણે બે દીકરાઓ માતા વગર ન થઈ ગયા. દમયંતીબેનના પુત્ર કુલદીપ અને પ્રિન્સ તેમજ અતિ ભરતભાઈ ભારે હૈયે દમયંતીબેનના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારના સભ્યોએ આ નિર્ણય લઈને સમાજમાં એક માનવતાની મહેક ઊભી કરી છે.
હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે, દમયંતીબેનના હૃદયનું દાન થઈ શકે તેમ નથી. તેથી તેમની બંને આંખો, કિડની અને લીવરનું દાન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. તેમના અંગદાનના કારણે હવે પાંચ દર્દીઓને નવું જીવનદાન મળશે.
મૃત્યુ પામેલા દમયંતીબેનના પતિ ભરતભાઈ સુતર્યા ગોંડલ ચોકડી પાસે લાકડીયા કોલસા બનાવવાનું મશીનનું કારખાનું ધરાવે છે. દમયંતીબેનના મૃત્યુના કારણે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મિત્રો માતા હોય કે પિતા કે પછી પરિવારનું કોઈ સભ્ય અણધારી વિદાય લે એટલે પરિવારનો ભાંગી જ ન પડે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment