આ બંને યુવતીઓને ગાયની સળી કરવી ભારે પડી ગઈ, ગાયે યુવતીઓ સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો

Published on: 3:57 pm, Sat, 2 July 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો જોયા હશે. જેમાં કેટલાક લોકોની પ્રાણીઓની સળી કરવી ભારે પડી જાય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ગાયોનું ટોળું ઊભું છે ત્યાં એક ફૂટબોલ પડેલો જોવા મળી રહ્યો છે. ફૂટબોલ લેવા માટે બે છોકરીઓ ગાયોના ટોળા પાસે પહોંચી આવે છે. આ દરમિયાન કંઈક એવું બને છે કે બંને છોકરી ઓને ઉભી પુછડીએ ભાગવું પડે છે.

વીડિયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે, એક ગાયનું ટોળું શાંતિથી ઊભા રહીને ઘાસ ખાઈ રહ્યું છે. ત્યાં એક ફૂટબોલ પડેલો દેખાઈ રહ્યો છે. ફૂટબોલ લેવા માટે બે છોકરીઓ ગાયના ટોળા પાસે આવી પહોંચે છે. બંને છોકરીઓ ફૂટબોલ લેવા માટે ગાયના ટોળાને ભગાડવાનો પ્રયાસ કરે છે.

જ્યારે તેમને સફળતા નથી મળતી, ત્યારે એક છોકરી પોતાના હાથમાં લાકડી લઈને ગાયને ડરાવવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન ત્યાં ઉભેલી એક ગાય ગુસ્સામાં આવી જાય છે અને નજીક આવી રહેલી બંને યુવતીની પાછળ દોડે છે. ગાયને જોઈને બંને યુવતીઓ ફૂટબોલ લીધા વગરની ભાગી જાય છે.

હાલમાં આ વિડીયો ઇન્ટરનેટની દુનિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામમાં 18plusguyy નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ બંને યુવતીઓને ગાયની સળી કરવી ભારે પડી ગઈ, ગાયે યુવતીઓ સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*