ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. વિગતવાર વાત કરીએ તો, વિદ્યાર્થી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ત્યારે અચાનક જ તે વર્ગખંડમાં બેભાન થઈ ગયો હતો. ત્યાર પછી વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં હાજર ડોક્ટરે વિદ્યાર્થીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના લખનઉની સીએમસી સ્કૂલમાં બની હતી. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ આતિફ હતું. તે ધોરણ નવ માં અભ્યાસ કરતો હતો. જ્યારે તે શાળામાં અભ્યાસ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેને ચક્કર આવવા લાગ્યા હતા અને તે બેભાન થઈ ગયું હતું.
ત્યારબાદ વિદ્યાર્થીને બેભાન હાલતમાં ચેકપ માટે નીચે લાવવામાં આવ્યો હતો. પરંતુ નીચે વિદ્યાર્થીની તબિયતમાં સુધારો ન થયો એટલે વિદ્યાર્થીને નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં હાજર તબીબે તેની તપાસ કર્યા બાદ તેને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
જ્યાં વિદ્યાર્થીને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તે બચી શક્યો નહીં. જાણવા મળી રહ્યું છે કે વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. દીકરાના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનોને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment