ગુજરાત રાજ્યમાં ગંભીર અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે બધી રહે છે. હાલમાં ગોંડલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામમાં રહેતા એક વ્યક્તિ રામોદ તરફ પોતાના કામ માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો.
આ અકસ્માતની ઘટનામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણસર તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ કદાચ મૃત્યુ પામેલા યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ પિયુષભાઈ રમેશભાઈ ધડુક હતું. તેઓ પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા.
ત્યારે રસ્તામાં વળાંક ઉપર સ્પીડ બ્રેકર પાસે તેમની બાઈક અચાનક જ સ્લીપ ખાઈ ગઈ હતી. આ ઘટનામાં પિયુષભાઈના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું કરુણ મોત નિપજ્યું હતું. પરિવારના આધાર સ્તંભ અને મોભીનું અચાનક જ આ રીતે કરુણ મોત થતા પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર ગામમાં રહેતા અને કાર લે વેચનો વ્યવસાય કરતા પિયુષભાઈ રવિવારના રોજ સાંજના સમયે રામોદ ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રામોદ ગામના વળાંક પાસે આવેલા સ્પીડ બેકર નજીક અચાનક જ તેમની બાઈક કોઈ કારણોસર સ્લીપ ખાઈ ગઈ હતી.
જેના કારણે બાઈક પર સવાર પિયુષભાઈ રોડ પર ભટકાયા હતા. આ ઘટનામાં તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતની ઘટનામાં પિયુષભાઈને હેમરેજ થઈ ગયું તેથી તેમનું નિધન થયું હતું. થોડાક સમય પહેલા જ પિયુષભાઈના પિતા નું નિધન થયું હતું.
મૃત્યુ પામેલા પિયુષભાઈ પરિવારના એકના એક દીકરા હતા અને તેઓ પરિવારના આધાર સ્થંભ હતા. પિયુષભાઈના મૃત્યુના કારણે પરિવાર ઉપર દુઃખનો પહાડી તૂટી પડ્યો છે. હાલમાં તેમના પરિવારમાં દાદા દાદી માતા અને પત્ની જ રહ્યા છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment