આજકાલ સોશિયલ મીડિયા પર એવા એવા કિસ્સાઓ સાંભળવા મળે છે જે જોઈએ આપણે ચોકી જોઈએ છીએ. આજે અમે તમને એક એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમે પણ ચોકી જશો. સુરત(Surat) શહેરમાં માતા પિતા માટે વધું એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. માતાની નજર સામે જ હાથમાં ચીકુ(Chiku) લઈને રમતું બાળક ચીકુનું બી ગળી જતા શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી.
આ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાળકનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જે પરિવારમાં નાના બાળકો હોય તેવા પરિવારના માતા પિતા માટે વધુ એક ખતરનાક કિસ્સો સામે આવ્યો છે. મૂળ ઓરિસ્સાના વતની સંતોષ નાયક ના પરિવાર સાથે ઉધના સ્થિત કૈલાશ નગરમાં રહે છે.
લુમ્સ કારખાનામાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, સંતોષ ગઈકાલે નાઈટ પાળી કરીને ઘરમાં સૂતો હતો. ત્યારે તેમનો દોઢ વર્ષનો પુત્ર હાથમાં ચીકુ લઈને ઘરમાં રમતો હતો. ત્યારે તેની પત્ની સુજાતા ઘરકામ કરી રહી હતી, આ સમયે બાળકે રમતા રમતા ચીકુ ને છુંદી નાખી તેની અંદરથી નીકળેલો બી અચાનક ગળી ગયો હતો.
જેને લઇને રીસી ને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આ સમગ્ર ઘટના જોનાર માતા સુજાતા તાત્કાલિક પોતાના બાળક પાસે દોડી ગઈ હતી. બાળકના ગળામાં ફસાયેલો બી કાઢવાનો પ્રયાસ કર્યો હતો, તેણે તાત્કાલિક બુમાબુમ કરતા પતિ સંતોષ નાયક જાગી ગયો હતો. બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો,
જ્યાં પ્રયાસ કરવા છતાં બી ન નીકળતા બાળકને ગંભીર અવસ્થામાં 108 માં લઈને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. હોસ્પિટલના તબીબો સારવાર કરે તે પહેલા જ બાળકનું મોત થયું હતું, આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જેથી માતા-પિતાને ખાસ ચેતવણી છે કે પોતાનું બાળક રમતું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment