સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે શુક્રવારના રોજ બનેલી એક દુઃખદ ઘટનાઓ વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં ખેતરમાં કામ કરતા એક ખેડૂતનું રિબાઈ રિબાઈને મોત થયું છે. ખેડૂતનું મોત થતાં જ બે દીકરા અને બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જાણવા મળી રહ્યું છે કે શુક્રવારના રોજ ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યા હતા.
ત્યારે અચાનક જ તેમને જોરદાર વીજ લાગ્યો હતો. આ કારણોસર ખેડૂતનું મોત થયું હતું. ખેડૂતના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. આ દુઃખદ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે.
ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો કૈલાશ ચંદ્ર માલી નામના 46 વર્ષના વ્યક્તિ ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને ગંભીર રીતે કરંટ લાગ્યો હતો. ત્યારબાદ આજુબાજુ કામ કરી રહેલા લોકોએ આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરી હતી.
પછી પરિવારના સભ્યો ઇજાગ્રસ્ત હાલતમાં કૈલાશ ચંદ્ર માલીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. આ ઘટના બનતા જ ચાર સંતાનો એ પિતાની છત્રછાયા ગુમાવી છે. ચાર બાળકોના પિતાની અર્થી ઉઠતા જ પરિવારના સભ્યોને આખું ગામ હિબકે ચડ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment