આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ. હાલમાં વરસાદની સિઝન ચાલી રહી છે જેના કારણે ઘણી બધી જગ્યાએ સાપ નીકળે છે. હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કિંગ કોબ્રા અને ગાય વચ્ચેનો અનોખો પ્રેમ આ વીડિયોમાં બતાવવામાં આવ્યો છે.
વીડિયોમાં ગાય પોતાની સામે બેઠેલા કિંગ કોબ્રા ને પ્રેમથી ચાટતી દેખાઈ રહી છે. આ નજારો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે, આવું થઈ શકે એ વાત પર કોઈ માની શકતું નથી. સોશિયલ મીડિયા પર આ વિડિયો શેર કરનાર આઈ.એફ.એસ અધિકારીએ લખ્યું છે કે બંને વચ્ચેનો આ વિશ્વાસ સાચા પ્રેમથી બનેલો છે.
જોકે ગાય શા માટે સાપને ચાટી રહી હતી તે જાણી શકાયું નથી, પરંતુ આ દુર્લભ નજારો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. આ વિડીયો આઈ.એફ.એસ ઓફિસર સુસાંતા નંદા એ ગુરુવારે ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. વીડિયોની સાથેના કેપ્શન માં લખ્યું છે તેને સમજાવવું મુશ્કેલ છે, બંને વચ્ચેનો આ વિશ્વાસ સાચા પ્રેમથી સ્થાપિત થયો છે.
Difficult to explain. The trust gained through pure love 💕 pic.twitter.com/61NFsSBRLS
— Susanta Nanda (@susantananda3) August 3, 2023
વીડિયોને અત્યાર સુધીમાં બે લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લગભગ પાંચ હજાર લાઈક કરવામાં આવ્યો છે. 17 સેકન્ડ ના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગાયની સામે એક કોબ્રા હૂડ ફેલાવીને બેઠો છે.
બંને એકબીજાની સામે જોઈ રહ્યા છે અને થોડીવાર પછી ગાય ખૂબ જ પ્રેમથી સાપને ચાટવા લાગે છે. સાપ હજી પણ આરામથી બેઠો છે જાણે તેને ગાય સાથે કોઈ સમસ્યા નથી. આ વિડીયો જોઈને યુઝર્સ ખૂબ જ આચાર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે લખ્યું આ કારણે જ આપણે ગાયને માતા કહીએ છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment