સુરતમાં અચાનક જ છાતીમાં દુખાવો ઉપાડતા 35 વર્ષના યુવકનું કરુણ મોત… હસતા ખેલતા પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો…

સુરતમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલો વધુ એક તેઓ જ કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં એક યુવકને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ તેનું મોત થઈ ગયું હતું.

આ ઘટના બનતા જ યુવકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. યુવકના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તેનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હશે.

મોતનું સાચું કારણ જાણવા માટે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સુનિલ હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી.

સુનિલ પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેન નગરમાં રહેતો હતો. સુનિલને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ સુનિલને 108ની મદદથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું.

જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સુનિલની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. સુનિલના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને આસપાસના લોકોમાં માતમ છવાઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*