આજે અંગદાન એ દુનિયાનો સૌથી મોટું અને સર્વ શ્રેષ્ઠ દાન ગણવામાં આવે છે. ત્યારે આવું દાન કરીને લોકો દાન કરતા નજરે પડતા હોઈ છે. એવામાં ઘણા બધા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે કે જેમાં લોકો બ્રેઈન ડેડ વ્યક્તિનું અંગદાન કરે છે. અને બીજા પીડિત અને જરૂરીયાતમંદ લોકોને નવજીવન પ્રાપ્ત થઇ શકે છે. ત્યારે એવા ઘણા બધા કિસ્સાઓ આપણી સમક્ષ સામે આવ્યા હોય છે.
જેમાં કોઈપણ વ્યક્તિનું બ્રેઈન ડેટ થઈ જતાં તેમનું અંગ દાન કરવામાં આવતું હોય છે. ત્યારે આજે આપણે વાત કરીશું તો હાલ ઇડર તાલુકામાં 21 વર્ષના યુવકને અકસ્માત થતાં તેમનું બ્રેઈનડેડ થઈ ગયું હોવાથી તેમના પરિવારજનો દ્વારા એ વ્યક્તિનું અંગ દાન કરવામાં આવ્યું હતું. આ યુવક વિશે વાત કરીશું તો યુવકનું નામ આશિષ કુમાર પસાભાઈ છે કે જેઓ નોકરી કરતા હતા.
એક દિવસ ઘરેથી નોકરી જવા માટે નીકળ્યા હતા. ત્યારે તેમનું કારણોસર ગંભીર અકસ્માત થયું હતું, ત્યારે 16 એપ્રિલના રોજ આ બનાવ બન્યો હોવાથી તેમનો અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે આશિષભાઈ ને માથામાં ઈજાઓ પહોંચી હોવાથી સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા અને ત્યારે તેમને સારવાર આપવામાં આવી હતી.
તો વાત કરીએ તો હજી થોડા સમય પહેલાં જ તેમના પિતાના મૃત્યુ થયું. આશિષભાઈ ને દાખલ કર્યા પછી ત્રણ દિવસ સુધી સારવાર ચાલતી હતી. અંતે તેઓ બચી ન શક્યા અને 19 એપ્રિલ ના રોજ તેમનો ડોક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે તેમના પરિવારને જાણ થતાં ખૂબ જ શોખ માં ગરકાવ થઈ ગયો હતો અને દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.
ત્યારે સિવિલ હોસ્પિટલના અમુક તબીબોને STTO ની ટીમો દ્વારા તેમના પરિવારજનોને અંગદાન વિશેની જાણકારી આપવામાં આવી હતી. ત્યારે તેમના પરિવારજનોને સમજાવ્યા બાદ પરિવારની સંમતિ સાથે બ્રેઈનડેડ આશિષ ભાઈનો અંગદાન કરવાનો નિર્ણય લેવાય અને આશિષભાઈ લીવર અને કિડની દાન કરી બીજા ત્રણ લોકોને નવજીવન પ્રાપ્ત થયું.
ત્યારે તેમના પરિવારજનોએ આવી રીતે અંગદાન કરીને સમાજમાં એક બહુ મોટો દાખલો બેસાડ્યો. આપણે પણ આ પરિવારની જેમ પ્રેરણા લેવી જોઈએ અને કોઈપણ વ્યક્તિનું બ્રેઈન ડેડ અથવા મૃત્યુ થાય તો તેમનું અંગ દાન કરવામાં આવે પુણ્યનું કામ કરી શકાય અને સમાજમાં પણ જાગૃતિ લાવવી જોઈએ. જેના થકી કોઈ બીજા પીડિત વ્યક્તિ કે જરૂરિયાત મંદ લોકો ને નાની એવી મદદ કરી શકે અને તેમને નવજીવન પ્રાપ્ત થાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment