સુરતમાં ઘરની પાછળ રમતા રમતા 6 વર્ષના માસુમ બાળકનું તડપી તડપીને કરુણ મોત… જાણો બાળક સાથે એવું તો શું બન્યું હશે…

સુરત શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહે છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ઘરની પાછળ રમતા છ વર્ષના માસુમ બાળકનું દર્દનાક મોત થયું છે. રમતા રમતા બાળક સાથે કંઈક એવું બન્યું કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. વિગતવાર વાત કરીએ તો બાળક ઘરની પાછળ રમતો હતો. ત્યારે તે બાથરૂમની દીવાલ ઉપર ચડવાનો પ્રયાસ કરતો હતો.

આ દરમિયાન અચાનક જ બાથરૂમની દિવાલ પડી હતી અને બાળક કાટમાળની નીચે દબાઈ ગયો હતો. આ કારણોસર 6 વર્ષનો માસુમ બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

માસુમ દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ ઘટના રવિવારના રોજ સવારના સમયે બની હતી. વિગતવાર વાત કરી હતો, સુરતના પાંડેસરા શાંતિ અને સોસાયટી ખાતે રહેતા અજયભાઈ એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે.

રવિવારના રોજ સવારે તેમનો છ વર્ષનો દીકરો અર્પિત ઘરની પાછળ રમી રહ્યો હતો. અર્પિત રમતા રમતા ઘરની પાછળના બાથરૂમની દીવાલ પર ચડતો હતો. ત્યારે અચાનક જ બાથરૂમની દિવાલ પડી હતી. જેના કારણે અર્પિત કાટમાળની નીચે દબાઈ ગયો હતો અને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ત્યાં દોડીએ આવ્યા હતા. પછી અર્પિતને કાટમાળની નીચેથી બહાર કાઢીને રિક્ષામાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે અર્પિતની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પાંડેસરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*