હાલમાં ગુજરાતમાં બનેલી એક દિવસ સામે આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના 3 યુવકોના બાયડા ઝાંઝરીધોધમાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના બાપુનગરના 7 મિત્રો ઈદ બાદ રજા હોવાના કારણે ફરવા માટે બાયડા ઝાંઝરીધોધ ગયા હતા.
આ ઘટના બુધવારના રોજ સાંજના સમયે બની હતી. એક યુવક સાંજના સમયે ન્હાવા માટે ધોધમાં પડે છે અને તે ડૂબવા લાગે છે. ત્યારે તેને બચાવવા માટે બીજા બે મિત્રો પણ ધોધમાં પડે છે. પરંતુ તે બન્ને પણ ઊંડા પાણીમાં ડૂબી જાય છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
શોધખોળ દરમિયાન મોડી રાત્રે એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યું હતું. ગુરુવારે સવારે 14 કલાકની ભારે જહેમત બાદ અન્ય બે યુવકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
આ ઘટનામાં 23 વર્ષીય હસન ઈર્શાદ મોહંમદ મનસુરી, 20 વર્ષીય અલમાન તાજમહંમદ શેખ અને 21 વર્ષીય ઇસતીયાક કમરૂદ્દીન મનસુરી નામના યુવકનું કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના બની ત્યારે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
બુધવારના રોજ એક યુવકનું મૃતદેહ નદીમાંથી મળી આવ્યું હતું અને ગુરુવારે અન્ય બે યુવકોના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા હતા. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. મળતી માહિતી અનુસાર ત્રણ યુવકો ડૂબી ગયા છે તેની ખબર સ્થાનિક લોકોને મોડી સાંજે પડી હતી.
આ ઘટના બનતા જ ત્રણેયના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પરિવારના જવાનજોધ દીકરાના મૃત્યુ થતાં માતા-પિતા પડી ભાંગ્યા હતા. મળતી માહિતી અનુસાર બાયડાના ઝાંઝરીમાં અત્યાર સુધીમાં ડૂબી જવાના કારણે 100 થી પણ વધારે લોકોના મૃત્યુ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment