રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે અષાઢી બીજના દિવસે ખૂબ જ સારો વરસાદ પડ્યો હતો. રાજકોટમાં સૌથી વધારે વરસાદ ગોંડલ અને લોધિકા તાલુકામાં નોંધાયો હતો. અનેક નદી-નાળાઓ તેમજ નાના મોટા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે રાજકોટના શાપર વેરાવળમાં બનેલી એક દર્દના ઘટના સામે આવી છે.
શાપર વેરાવળ પાસે એક તળાવમાં ડૂબી જવાના કારણે બે બાળકોના કરુણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર તળાવમાંથી બે માસુમ બાળકોના મૃતદેહ મળી આવતા ભારે અફરા-તફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ બપોરના સમયે બંને બાળકો ઘરેથી ભંગાર વીણવા જવાનું કહીને ઘરેથી નીકળી ગયા હતા, ત્યારબાદ બંને લાપતા હતા.
આ મુદ્દે બંનેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે બંનેના મૃતદે તળાવમાંથી મળી આવતા પરિવારમાં શોખનું મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંને બાળકોના મૃત્યુનું સાચું કારણ જાણવાની કામગીરી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક 9 વર્ષના અને એક 5 વર્ષના બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. બંને બાળકો ગુરૂવારના રોજ બપોરથી ઘરેથી ભંગાર વીણવા જાવ છું તેમ કહીને નીકળી ગયા હતા. પરંતુ બંને બાળકો ઘણો સમય થઈ ગયો છતાં પણ ઘરે ના આવ્યા, તેથી પરિવાર જન્મે તેમની શોધખોળ શરૂ કરી હતી.
જ્યારે શુક્રવારના રોજ સાંજે તળાવમાંથી બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાળકોના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment