મિત્રો છેલ્લા ઘણા સમયથી બાગેશ્વર ધામ ખૂબ જ ચર્ચામાં રહે છે. ત્યારે બાગેશ્વર ધામમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે આવેલી 10 વર્ષની બાળકીનું મૃત્યુ થતાં ચારેય બાજુમાં તમે છવાઈ ગયો છે. આ ઘટના બનતા જ સોશિયલ મીડિયા પર ચારેય બાજુ અલગ અલગ પ્રકારની વાતો ચાલી રહે છે.
જાણવા મળી રહ્યું છે કે રાજસ્થાનના બાડમેર નો પરિવાર ખેંચીની બીમારીનો ઈલાજ કરાવવા માટે બાળકીને બાગેશ્વર ધામ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસે લાવ્યા હતા.પરિવારના જણાવ્યા અનુસાર અહીં, ધીરેન્દ્ર શાસ્ત્રીય બાળકીને ભભૂતિ આપી દીધી હતી, પરંતુ બાળકોનો જીવ બચી શક્યો નહીં. પછી ધીરેન્દ્ર શાસ્ત્રીએ પરિવારને કહ્યું હતું કે તેઓ બાળકીને લઈને જતા રહે.
જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી બાળકીનું નામ વિષ્ણુ કુમારી હતું અને તેની ઉંમર 10 વર્ષની હતી. વિષ્ણુ કુમારીને તેની માતા અને મામી બાડમેરથી બાગેશ્વર ધામ લાવ્યા હતા. પરિવારના જણાવ્યા અનુસાર, વિષ્ણુ કુમારીને ખેંચનો રોગ હતો. તેઓએ બાગેશ્વર ધામના ચમત્કાર વિશે સાંભળ્યું હતું તેથી તેઓ પોતાની દીકરીને અહીં લાવ્યા હતા.
પરંતુ અહીં આવતા જ બાળકીનું મૃત્યુ થઈ ગયું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે બાગેશ્વર ધામમાં એક અઠવાડિયા પહેલા પણ કિડનીની બીમારીનો ઈલાજ કરવા આવેલી મહિલાનું મૃત્યુ થયું હતું.ત્યારે રવિવારના રોજ માત્ર 10 વર્ષની બાળકીનું મૃત્યુ થતાં ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.
જાણવા મળી રહ્યું છે કે શનિવારના રોજ આખી રાત બાળકી જાગતી રહી હતી. આ દરમિયાન તેને ખેંચ પણ આવી હતી. રવિવારના રોજ બપોરે અચાનક જ બાળકીએ પોતાની આંખો બંધ કરી દીધી હતી તેથી પરિવારના લોકોને એવું લાગ્યું કે તે સુઈ ગઈ છે. શરીર હલનચલનના થતા પરિવારના લોકોને શંકા ગાય હતી. પછી તેને હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં ડોક્ટરે તેને અમૃત જાહેર કરી હતી.
સમગ્ર ઘટનાને લઈને બાળકીની મામી એ જણાવ્યું કે, 17 ફેબ્રુઆરીના રોજ એટલે કે શનિવારના રોજ દીકરીની તબિયત વધારે પડતી ખરાબ હોવાના કારણે અમે તેને બાબા પાસે લઈને આવ્યા હતા. અહીં બાબાએ તેને ભભૂતિ આપી હતી, પરંતુ દીકરી બચી શકી નહીં.
અમને એવું કહેવામાં આવ્યું કે બાળકી શાંત થઈ ગઈ છે, હવે તમે અહીંથી તેને લઈને જતા રહો. બાળકીના મૃત્યુ થયા બાદ પરિવારના લોકોને હોસ્પિટલમાંથી સરકારી એમ્બ્યુલન્સ પણ મળી ન હતી. પછી પરિવારના લોકોએ સાડા 11 હજાર રૂપિયાને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને દીકરીના મૃતદેહને બાડમેર લઈ ગયા હતા
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment