બેકાબુ બનેલું ટ્રેક્ટર ટ્રોલી 15 ફૂટની ઊંચાઈ પરથી નીચે પડતા સર્જાયો ભયંકર અકસ્માત… 3 બાળકોના પિતાનું કરુણ મોત….

હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક ટ્રેક્ટર ટ્રોલી પલટી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ટ્રેક્ટરના ડ્રાઇવરનું દર્દનાક મોત થયું છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિ ટ્રેક્ટર ટ્રોલી લઈને જઈ રહ્યો હતો.

આ દરમિયાન રસ્તામાં અચાનક જ ટ્રેક્ટર બેકાબુ બની ગયું હતું. જેના કારણે ટ્રેક્ટર 15 ફૂટની ઊંચાઈ પરથી નીચે પડ્યું હતું. અકસ્માતની ઘટનામાં ડ્રાઇવર ટ્રેક્ટરની નીચે દબાઈ ગયો હતો. પછી આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ડ્રાઇવરને ટ્રેક્ટરની નીચેથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. આ અકસ્માતની ઘટના રાજસ્થાનના કોટામાંથી સામે આવી રહી છે. મળવી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ટ્રેક્ટર ચાલકનું નામ મહેન્દ્ર હતું અને તેની ઉંમર 38 વર્ષની હતી. મહેન્દ્ર લગભગ ત્રણ વર્ષથી કોઈનું ટ્રેક્ટર ચલાવતો હતો.

ઘટના બની તે દિવસે સવારે મહેન્દ્ર સવારે ઘરેથી નીકળી ગયો હતો. ત્યારે રસ્તામાં અચાનક જ મહેન્દ્રએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બેકાબુ બનેલું ટ્રેક્ટર 15 ફૂટની ઊંચાઈ પરથી નીચે નાળામાં પડ્યું હતું. અકસ્માતની ઘટનામાં મહેન્દ્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં તેનું દર્દનાક મોત થયું હતું.

મહેન્દ્રાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ અકસ્માતની ઘટના મંગળવારના રોજ બની હતી. મહેન્દ્રાનું મોત થતા ત્રણ નાના નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં આ ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*