હાલમાં તો સમગ્ર દેશભરમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. આવા વરસાદી માહોલમાં ઉતરાખંડમાં અનેક જગ્યાઓ પર ભૂસ્ખલનની ઘટનાઓ બને છે. ત્યારે હાલમાં ઉતરાખંડના ઉત્તરકાશીમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન વચ્ચે ત્રણ પ્રવાસીઓના મોત થયા છે. આ ઘટના સોમવારના રોજ રાત્રિના સમયે બની હતી.
મળતી માહિતી અનુસાર ઘટનામાં બે પ્રવાસી વાહન પર પહાડ પરથી મોટા મોટા ખડકો પડ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં બે યુવકો અને એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં એકની હાલત ખૂબ જ નાજુક છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે કેટલાક પ્રવાસીઓ બે અલગ અલગ વાનમાં હતા. બંને વાહનો આગળ પાછળ ચાલી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર પ્રવાસીઓ ગંગોત્રી ધામ થી ઉત્તર કાશી તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન તહસીલ ભટવાટી પાસે અચાનક જ ભૂસ્ખલન થયું હતું.
પ્રવાસીઓ આ ભૂસ્ખલનનો ભોગ બન્યા હતા. આ ઘટનામાં બે યુવકો અને એક મહિલાનું મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મૃતકોના પરિવારજનોને મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર ભૂસ્ખલનની ઘટનામાં ટેમ્પો ટ્રાવેલર અને ટવેરા કાર ઉપર મોટા મોટા ખડકો પડ્યા હતા. માત ની ઘટના બની ત્યારે ટેમ્પો ટ્રાવેલર્સમાં 21 મુસાફરો હાજર હતા અને કારમાં 8 પ્રવાસીઓ હાજર હતા.
એમાંથી ત્રણ લોકોના મોત થઈ ગયા છે અને છ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જાગ્રસ્ત થયેલા લોકોમાંથી એક વ્યક્તિની હાલત ખૂબ જ નાજુક છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment