હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પાણીની ટાંકીની અંદરથી એક માતા અને તેની ત્રણ વર્ષની દીકરીનું મૃતદેહ મળી આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને આરોપ છે કે સાસરીયાઓએ બંનેનો જીવ લઈને બંનેને પાણીની ટાંકીમાં નાખી દીધા છે. મૃત્યુ પહેલા મહિલાએ તેના પતિને ફોન કરીને કહ્યું હતું કે, આજે મારો છેલ્લો દિવસ છે.
આ ઉપરાંત મહિલાએ પોતાની બહેનને ફોન કરીને જણાવ્યું હતું કે, આ લોકો મારો જીવ લઈ લેશે, જલ્દી આવ. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના રાજસ્થાનના ઝુંઝૂનુ જિલ્લામાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના મોટાભાઈ પોતાની બહેનના પતિ, સસરા, સાસુ, જેટ અને જેઠાણી વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. સમગ્ર ઘટના બન્યા બાદ સાસરીયાઓ ફરાર થઈ ગયેલા છે.
આ ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી મહિલાનું નામ મંજુ હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી. મંજુ ના લગ્ન ચાર વર્ષ પહેલા 45 વર્ષીય સતવીર નામના વ્યક્તિ સાથે થયા હતા. આ બંનેને ત્રણ વર્ષની દીકરી છે અને જેનું નામ માનસી છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મંજૂના ભાઈએ જણાવ્યું કે, તનવીર તેની બહેનને ખૂબ જ મારતો હતો. સોમવારના રોજ પણ બહેનની ધુલાઈ કરવામાં આવી હતી.
પછી મંજૂએ સવારે 10:30 વાગ્યાની આસપાસ પોતાની ભાભી સુશીલા ને ફોન કર્યો હતો અને તે ફોન ઉપર રડવા લાગી હતી. મંજુએ જણાવ્યું કે આ લોકો તેની સાથે મારપીટ કરી રહ્યા છે. આ ઉપરાંત મંજુએ તેની મોટી બહેનને પણ ફોન કરીને જણાવ્યું હતું કે, પતિ અને સાસરીયા વાળા તેને ખૂબ જ મારી રહ્યા છે અને આજે તેનો છેલ્લો દિવસ છે. આ વાતની જાણ થયા બાદ મંજૂના પરિવારના સભ્યો તાત્કાલિક તેના સાસરિયામાં પહોંચી ગયા હતા.
ત્યારે અહીં મંજુ અને તેની ત્રણ વર્ષની દીકરી માનસી દેખાતા ન હતા. ત્યારે આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. જ્યારે પરિવારના લોકોએ મંજુ વિશે તેમને પૂછ્યું ત્યારે કોઈએ જવાબ આપ્યો નહીં. પછી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ આખા ઘરની તપાસ કરી પરંતુ કોઈ પણ પ્રકારનો સુરાગ મળ્યો નહીં.
બંને પાણીની ટાંકીમાં હશે તેવી મંજૂરી બહેનને શંકા હતી. ત્યારબાદ પોલીસે પાણીની ટાંકી ખોલી ત્યારે તેમાંથી મંજુ અને તેની ત્રણ વર્ષની દીકરી માનસીનું મૃતદેહ મળી આવ્યું હતું. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે સાસરિયાંઓએ મંજુ અને તેની ત્રણ વર્ષની દીકરીનો જીવ લઈને તેમના મૃતદેહને પાણીની ટાંકીમાં ફેંકી દીધું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને બંનેના મોતનું સાચું કારણ જાણવાની પણ કામગીરી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment