ડીઝલના ભાવ આસમાને પહોંચતાં ઠંડીની સીઝનમાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. દેશના કેટલાય શહેરોમાં ટામેટાના ભાવ 80₹ કિલો પાર પહોંચી ગયા છે તો વળી વટાણા ની કિંમત 100₹ પ્રતિ કિલો થઇ ગઇ છે.
ડીઝલ ના મોંઘા ભાવના કારણે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ માં વધારો અને દક્ષિણના રાજ્યોમાં વરસાદના કારણે પાક ખરાબ થવાથી શાકભાજી મોંઘી થઈ ગઈ છે.મધ્યપ્રદેશના ભોપાલના વેપારીઓનું કહેવું છે કે ડીઝલના ઉંચા ભાવના કારણે પરિવહન ખર્ચ વધી જાય છે
તેથી ટામેટા 80 રૂપિયા કિલો અને ડુંગળી 30 રૂપિયા કિલો અને વટાણા 100 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે. તેમને કહ્યું કે તેમાં વેપારીનું કમિશન પાંચ ટકા છે. શાકભાજીના ભાવ આટલા મોટો ભડકો થતાં ગ્રાહકો ખૂબ જ ઓછું શાકભાજી ખરીદી રહ્યા છે.
દક્ષિણ ભારતના રાજયોમાં વરસાદના કારણે પાક ખરાબ થતા ટામેટા ની કિંમતમાં ઉછાળો આવ્યો છે. અહીં ટામેટા ની વાવણી નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં કરવામાં આવે છે. દેશની રાજધાની દિલ્હી સહિત કેટલાય શહેરોમાં ટામેટાનો ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેને લઈને ટમેટા સામાન્ય માણસો થી દૂર થઈ ગયા છે અને લગ્નમાં વધારે માંગ હોવા છતાં પણ તેના ભાવ ઘટતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment