નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગને લઇને ખેડૂતો છેલ્લા એક મહિનાથી દિલ્હીની સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. ઠંડીની સાથે સિંધુ, ટિકરી, ગાજીપુર બોર્ડર પર આંદોલન ઉગ્ર બન્યા છે અને અહીં ખેડૂતોએ ગૃહસ્થી બનાવી લીધી છે.આ સમયે આજરોજ ફરીથી ખેડૂતોએ સરકાર સાથે વાતચીતને લઈને એક મોટો સંકેત આપ્યો છે. ખેડૂતો નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે આજે તેઓ છઠ્ઠી વખત સરકાર સાથે તેઓ વાતચીત કરશે.
હજુ સુધી ની વાતચીતની આ કાયદાને લઈને સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સહમતી રચાઈ નથી.વર્ષ 2020 ને થોડા દિવસ બાકી રહ્યા છે ત્યારે સરકારથી લઈને ખેડૂતો દરેકે આશા રાખી રહ્યા છે કે ખેડૂતોની માંગ ના સર્વમાન્ય નિરાકરણ લાવી શકાય. શનિવારના રોજ ખેડૂત સંગઠનની ખાસ બેઠક થશે અને આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા આપવામાં આવેલા.
નવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરીને નવી રણનીતિ રચાશે. આ બેઠકમાં વાતચીત દરમ્યાન જે જવાબ આવશે તેની પર ઔપચારિક નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે.
કે શુક્રવાર અનેક ખેડૂત સંગઠને મિટિંગ કરીને કેન્દ્ર સરકાર તરફથી વાતચીત માટે મળેલા આમંત્રણનો કોઈ નિર્ણય લીધેલ નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment