બેસતા વર્ષના દિવસે મોરબીમાં જુલતો પુલ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને લોકોને બધાને આશા હતી કે ઝુલતા પુલ ઉપર લોકો ફરશે અને મજા માણસે પરંતુ દુભાગ્યવશ આજે મોરબીમાં જુલતો પુલ તૂટવાની દુઃખના ઘટી છે અને ઈજાગ્રસ્ત થવા સાથે ઘણા લોકોના મૃત્યુ પામ્યા છે.
મૃત્યુ પામનાર અને ઈજાગ્રસ્ત ના લોકોની સંખ્યાનો આંકડો ખૂબ જ મોટો છે અને તે ઘટના પ્રત્યે અને ઘટનામાં પોતાના પરિવારજનોને ગુમાવી દેનાર પરિવારને અમ આદમી પાર્ટી સહાનુભૂતિ આપી હતી અને મોરબીના જુલતા પુલ તૂટવાની ઘટના વિશે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા બીજા ઘણા નેતા ની કાર્યકર્તાઓ સાથે ખબર લેવા અને પીડિતોની મદદરૂપ થવા માટે પહોંચ્યા હતા.
ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા ઇજાગ્રસ્ત લોકોને રેસ્ક્યુ કરીને જ્યાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં પહોંચ્યા હતા અને તેમની સાથે વાત કરીને તેમને હિંમત આપી હતી અને તેઓ દરેક ખેડૂતને સહાનુભૂતિ આપી છે અને તેઓ તેમની વેદના સમજે છે ને તેમના દુઃખમાં સંપૂર્ણ રીતે આમ આદમી પાર્ટી તેમની સાથે છે અને જેટલી પણ જરૂર પડશે તેટલી મદદ કરવા માટે આમ આદમી પાર્ટી તૈયાર છે તેવું તેમના નેતાઓએ કહ્યું હતું.
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન જનરલ છે ઈશુદાન ગઢવી એ ઘટના સ્થળ પર મીડિયાને સંબોધતા કહ્યું હતું કે આજે આ ઘટના પર કોઈ રાજનીતિ નહીં કરે જે પણ કરવાનું હશે કહેવાનું હશે એના વિશે અમે પછી વાત કરીશું અને આજે સંપૂર્ણપણે અમે લોકોને મદદ કરવા આવ્યા છે અને આજે અમારો એક જ ઉદ્દેશ્ય છે કે લોકોના જીવ બચવા જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment