માતા-પિતા 4 વર્ષના બાળક સાથે ઝુલતા પુલ પર ફરવા ગયા, અચાનક જ તૂટી પડતા માતા-પિતાના દર્દનાથ મોત…4 વર્ષનો બાળક માં-બાપ વગરનો થઈ ગયો…

Published on: 1:51 pm, Mon, 31 October 22

મોરબીમાં ગઈકાલે એટલે કે રવિવારના રોજ સાંજના સમયે 6:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી. આ ઘટનામાં મોરબીમાં આવેલો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. આ કારણસર 400 જેટલા લોકો એક સાથે પાણીમાં ખાબક્યા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં 190 લોકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ મૃત્યુનો આંકડો વધી શકે તેવી શક્યતાઓ છે. ઘટનાના કારણે ઘણા હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા છે. આ ઘટનાના કારણે એક 4 વર્ષનો માસુમ બાળક અનાથ થઈ ગયો છે.

આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટના જાણીને તમે પણ રડી પડશો. મળતી માહિતી અનુસાર મૂળ હળવદ શહેરના પ્રમુખસ્વામી નગરના અને હાલમાં મોરબીમાં સીએ તરીકે કામ કરતા હાર્દિક ફળદુ અને તેમના પત્ની મિરલ ફળદુ તેમજ ચાર વર્ષનો દીકરો જિયાંશ મોરબીમાં આવેલા ઝૂલતા પુલ પર ફરવા માટે ગયા હતા.

ત્યારે સાંજે 6:30 વાગ્યાની આસપાસ અચાનક ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં હાર્દિક ફળદુ અને તેની પત્ની મિરર ફળદુનું મોત થયું હતું. ત્યારે ચાર વર્ષના તેમના દીકરા જિયાંશનો કુદરતી રીતે આબાદ બચાવ થયો હતો. આવી જ રીતે ઘણા હસતા ખેલતા પરિવાર આ ઘટનામાં વિખરાઈ ગયા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે તહેવારોના દિવસોમાં ઝૂલતા પુલ પર લોકો મજા માણવા આવતા હોય છે. પરંતુ રવિવારના રોજ અહીં ફરવા માટે આવેલા લોકોને કાળભરખી ગયો હતો. હજુ પણ રેસ્ક્યુની કામગીરી ચાલુ છે. આ ઘટના બનવાના કારણે ચારેબાજુ મૃતદેહનો ઢગલો થઈ ગયો છે.

આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. આવી જ રીતે આ ઘટનામાં અનેક પરિવારોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે. આવી જ એક બીજી ઘટના સામે આવી છે. જેમાં પરિવારના 6 સભ્યો ગુમાવનાર રાપરના હલીમાબેન પોતાના પરિવાર સાથે રાપરથી તેમની દીકરીની નણંદની સગાઈમાં આવ્યા હતા.

જેમણે તેમની દીકરી, જમાઈ 7 વર્ષની, દીકરી 4 વર્ષનો દીકરો, તેમના જેઠ અને તેમના દીકરા ગુમાવ્યા છે. આ ઘટના બનતા જ ચારે બાજુમાં તેમજ હવાઈ ગયો છે. આવી જ રીતે ઘણા બધા હસતા ખેલતા પરિવાર આ ઘટનામાં વિખરાઈ ગયા છે. હજુ પણ આ ઘટનામાં મૃત્યુનો આંકડો વધી શકે તેવી શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતા-પિતા 4 વર્ષના બાળક સાથે ઝુલતા પુલ પર ફરવા ગયા, અચાનક જ તૂટી પડતા માતા-પિતાના દર્દનાથ મોત…4 વર્ષનો બાળક માં-બાપ વગરનો થઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*