આજે ગુજરાતના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, હું તમારો ભાઈ બનીને તમારી મોંઘવારી દૂર કરી દઈશ : અરવિંદ કેજરીવાલ

Published on: 8:43 pm, Thu, 17 November 22

આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભામાં ચૂંટણીમાં બહુમતી સાથે જીત મેળવવા માટે મેદાનમાં ઉતરી ચૂકી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો દિવસ રાત અરવિંદ કેજરીવાલ દ્વારા બાળકો માટે, મહિલાઓ માટે, યુવાઓ માટે, ખેડૂતો માટે આપવામાં આવેલી ગેરંટીઓની માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં પરિવર્તન માટે વારંવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આજરોજ અરવિંદ કેજરી વાલે વલસાડમાં આયોજીત રોડ શો માં ભાગ લીધો હતો.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રોડ શો દરમિયાન ત્યાં હાજર હજારો લોકોને સંબોધિત કરતા કહ્યું કે, અમને ગુજરાતમાં લોકોને એટલો પ્રેમ મળ્યો રહ્યો છે તમે લોકોએ મને તમારો ભાઈ માન્યો છે, તમારા પરિવારનો ભાગ માન્યો છે, તો હું તમને સૌને ખાતરી આપું છું કે અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની તમામ જવાબદારીઓ ઉપાડી લઈશ. આજે લોકો મોંઘવારીથી ત્રાસી ગયા છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો ગુજરાત નથી ચલાવી શકતા. અરવિંદ કેજરી વાલે જણાવ્યું કે હું તમારી મોંઘવારી દૂર કરી દઈશ. અમારી સરકાર બન્યા પછી 1 માર્ચથી તમારું વીજળી બિલ હું ભરીશ. તમારા બધાનું વીજળી બિલ જીરો આવવા લાગશે. દિલ્હીમાં 24 કલાક વીજળી મળે છે અને ત્યાં પણ લોકોનું વીજળી બિલ જીરો આવે છે. પંજાબમાં પણ અમારી સરકાર છે ત્યાં પણ લોકોને 24 કલાક વીજળી મળે છે અને ત્યાં પણ લોકોનું બિલ જીરો આવે છે. ગુજરાતમાં પણ અમે 24 કલાક અને મફત વીજળી આપીશું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આજે ગુજરાતના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, હું તમારો ભાઈ બનીને તમારી મોંઘવારી દૂર કરી દઈશ : અરવિંદ કેજરીવાલ"

Leave a comment

Your email address will not be published.


*