આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજવાલ અમદાવાદમાં રિક્ષાચાલકો સાથે સંવાદ કાર્યક્રમમાં ગઈકાલે ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં ઘણા રીક્ષા ચાલક હોય તેમની સમસ્યાઓ અને પ્રશ્નો અરવિંદ કેજરીવાલ સામે મુક્યા હતા અને આ દરમિયાન વિક્રમભાઈ દતાણી નામના રીક્ષા ચાલે કે અરવિંદ કેજરીવાલને તેમના ઘરે જમવા માટે
આમંત્રણ આપ્યું હતું અને પૂછ્યું હતું કે શું તમે મારા ઘરે જમવા આવશો કે નહીં ત્યારે અરવિંદ કેજરીવાલ એ કહ્યું હતું કે ચોક્કસ આવીશ અને મારી સાથે ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયાને પણ રાત્રિ ભોજન કરવા અમારી સાથે આવશે.અરવિંદ કેજરી વાલે એમ પણ કહ્યું કે તેઓ હોટલથી વિક્રમભાઈ ના ઘર સુધી તેને રિક્ષામાં જવાનું પસંદ કરશે
અને આ વાતચીત સાંભળીને તમામ રિક્ષાચાલકો ખૂબ ખુશ થઈ ગયા હતા અને આ પછી સાંજે 7:00 વાગે વિક્રમભાઈ અરવિંદ કેજરીવાલ ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા ને લેવા માટે હોટલ તાજ સ્કાયલાઈન પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા તેમની રિક્ષામાં બેસીને ઘાટલોડિયા જવા નીકળ્યા જ્યાં વિક્રમભાઈ નું ઘર છે.
જ્યારે વિક્રમભાઈ અરવિંદ કેજવાલ સાથે હોટલમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ગુજરાત પોલીસે સુરક્ષાનું કારણ આપીને અરવિંદ કેજરીવાલ ને અમદાવાદના રિક્ષાચાલકો ત્યાં મોટી સંખ્યામાં હાજર હતા જેથી અરવિંદ કેજરીવાલને કોઈ ખતરો ન હતો પરંતુ પોલીસ કર્મચારી રીક્ષા ને ચારે બાજુથી ઘેરી લીધી હતી અને અરવિંદ કેજરીવાલને રિક્ષામાં
જવાની ના પાડી હતી. લાંબા ઘર્ષણ બાદ અરવિંદ કેજરીવાલ ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા રિક્ષામાં બેસીને વિક્રમભાઈ ના ઘરે જવા નીકળ્યા અને આટલા ઘર્ષણ બાદ આખરે અરવિંદ કેજરીવાલ વિક્રમભાઈ ના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારજનોને મળ્યા હતા અને રાત્રિ ભોજન પણ લીધું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment