મહારાષ્ટ્રમાં કોરોના નું સંક્રમણ સતત વધતું જય રહ્યુ છે અને દરરોજ કોરોના રેકોર્ડ કેસો નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં કોરોના કહેર પર કાબૂ મેળવવા માટે એક મે સુધી લોકડાઉન જેવી પાબંધીઓ લાગુ છે પરંતુ તેમ છતાં સંક્રમણ ઘટવાનું નામ નથી લઈ રહ્યું.
તે બાદ હવે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવી શકે છે. ગઈકાલે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે કહ્યું હતું કે અમે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે આવતી આજે રાતે 8 વાગ્યાથી રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન ની ઘોષણા કરે.
કોરોના વધતા કહેર વચ્ચે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે લોકડાઉન લાગુ કર્યું છે. મહારાષ્ટ્ર દેશમાં સૌથી પ્રભાવિત રાજ્ય છે અને કોરોનાવાયરસ ના કહેરમાં દેશના મોટા મોટા શહેરોમાં સતત જારી છે.
મહારાષ્ટ્ર અત્યારે પણ દેશના સૌથી પ્રભાવિત રાજ્ય બન્યું છે અને અહીં દરરોજ કોરોના મામલે નવા નવા રેકોર્ડ બની રહ્યા છે.માત્ર મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 7381 નવા કેસ સામે આવ્યા છે.
તો મુંબઈમાં 58 લોકોના મૃત્યુ થયા છે. મુંબઈમાં એક્ટિવ કેસની સંખ્યા ની વાત કરવામાં આવે તો 85321 થઈ છે. મુંબઈમાં અત્યાર સુધી 12412 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં 1 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન 60 હજારથી વધુ બાળકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. મોટી સંખ્યામાં મજૂરો પોતાના વતન પરત ફરી રહ્યા છે અને લોકડાઉન ને લઈને કામ ધંધા પણ બંધ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment