સરકારી ઓઇલ કંપનીએ આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો કર્યો છે. આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 23 પૈસા અને ડીઝલની કિંમત માં પ્રતિ લિટરે 32 પૈસાનો ભાવ વધારો કર્યો છે.નવા ભાવ વધારા સાથે ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100.42 રૂપિયા પર પહોંચી ગઈ છે.
એક આંકડા મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં પેટ્રોલમાં 17.67 રૂપિયા વધ્યા છે જ્યારે ડીઝલ 15.75 રૂપિયા વધ્યા છે. રાજ્યના 8 મહાનગર ની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 98.69 પહોંચી ગઈ છે જ્યારે ડીઝલની કિંમત 97.13 રૂપિયા પર પહોંચી ગઇ છે.
ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 98.91 રૂપિયા પર પહોંચી છે તો ડીઝલની કિંમત 97.35 રૂપિયા પર પહોંચી છે. રાજકોટના પેટ્રોલ પ્રતિ લીટર 98.45 રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો ડીઝલની કિંમત પણ પ્રતિ લિટર 96.91 રૂપિયા પર પહોંચી ગઇ છે.
સુરતના પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 98.57 રૂપિયા તો ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 97.03 રૂપિયા પર પહોંચી છે. ભાવનગરમાં સૌથી વધુ પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100.42 રૂપિયા પર પહોંચી છે તો ડીઝલની કિંમત 98.85 રૂપિયા થઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment