આજ રાત્રિથી શરૂ થઇ રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ,આ વિસ્તારોમાં પડશે ભારે થી અતિભારે વરસાદ

Published on: 10:09 am, Fri, 1 October 21

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ યથાવત રહેશે. તમામ વિસ્તારમાં મધ્યમ થી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે અને કચ્છમાં પણ આ રીતની આગાહી કરાય છે.

બુધવારે સવારે દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાત વચ્ચે ગુલાબ વાવાઝોડા નો એક ભાગ તીવ્ર બની ગયો હતો.આ સિસ્ટમ 1 ઓક્ટોબર સુધીમાં શાહીન વાવાઝોડામાં બદલાઈ જવાનું આગાહી કરવામાં આવી છે. શાહીન વાવાઝોડું ગુજરાત કાંઠા નજીક થી પસાર થઈને ઓમાન તરફ આગળ વધશે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાત રાજ્યના 196 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડયો હતો. જેમાં સૌરાષ્ટ્રના વિસાવદરમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ પડ્યો હતો

જ્યારે ગિરનાર જંગલમાં 12 ઇંચ વરસાદ પડતાં જૂનાગઢની સોનરખ નદીમાં પૂર જોવા મળ્યુ હતુ.આજે વાવાઝોડુ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે.દરિયાકાંઠાના વિસ્તારો માં 45 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જ્યારે આજરોજ શાહીન વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે

જેથી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.2 ઓક્ટોબરે શાહીન પોતાની ચરમસીમા પર પહોંચશે જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં 100 થી 110 ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આજ રાત્રિથી શરૂ થઇ રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ,આ વિસ્તારોમાં પડશે ભારે થી અતિભારે વરસાદ"

Leave a comment

Your email address will not be published.


*