સોના અને ચાંદીના ભાવમાં આજરોજ ઘટાડો જોવા મળ્યો છે. જો તમે સોનું ખરીદવાનું મન બનાવી રહ્યા હોય તો તમારા માટે હાલના ભાવ જાણવા ખૂબ જ આવશ્યક છે અને આ ઘટાડા સાથે સોનું 52 હજાર રૂપિયાના સ્તર નીચે આવી ગયું છે. ક્યારે ચાંદીના ભાવમાં ભારે ઘટાડા સાથે 70000 નીચે જતું રહ્યું છે. આજે સોનાની કિંમતમાં 0.79 ટકા નો ઘટાડો આવ્યો છે અને આ 51892 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે.એ ઉપરાંત ચાંદીના ભાવ પણ 0.89 ટકા તૂટી 68270 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયા છે.
સોનાના ભાવમાં આ ઘટાડા પછી સોનું હાલમાં તેની સર્વકાલીન ઊંચાઈ થી ₹3748 અને ચાંદી 10267 સસ્તું વેચાઈ રહુ છે.હાલમાં સોનું 52400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 69700 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે છે.Good returns વેબસાઈટ અનુસાર આજ રોજ દિલ્હીના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામ ની કિંમત 52470 રૂપિયા છે અને તેના આગલા દિવસ ના ભાવ કરતા 340 રૂપિયા ઘટી છે
આપણે જણાવી દઈએ કે ઓગસ્ટ 2020 માં તેની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી. તે સમયે સોનું 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. તે જ સમયે ચાંદી તેના ઉચ્ચતમ સ્તર થી લગભગ 10267 રૂપિયા પ્રતિ કિલો ના દરે સસ્તુ થઇ રહ્યું છે. ચાંદીના ઓલટાઇમ હાઇ લેવલ 79980 રૂપિયા પ્રતિ કિલો છે.
સોનાના ભાવની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 48150 જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 52520 રૂપિયા છે. સુરતમાં 22 કેરેટ સોનાના ભાવ ની વાત કરવામાં આવે તો 48150 છે જયારે 24 કેરેટ સોના ની ભાવ 52520 રૂપિયા છે. વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ની વાત કરવામાં આવે તો 47700 છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવ 52030 છે. આપને જણાવી દઇએ કે ઉપરોક્ત કિંમત પ્રતિ 10 ગ્રામની છે.
આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment