ટ્રેન સાથે સેલ્ફીના ચક્કરમાં બે યુવકોએ ગુમાવ્યા પોતાના જીવ – જાણો સમગ્ર ઘટના

Published on: 4:48 pm, Tue, 15 March 22

ગાઝિયાબાદમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગાઝિયાબાદના ડાસના રેલવે ફાટક પાસે સેલ્ફી લેતી વખતે બે યુવકો અડફેટે આવી ગયા હતા. આ કારણોસર બંને યુવકોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થયા છે. આ ઘટના અંગેની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ઉપરાંત મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. આ કારણોસર બંનેના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો. ઘટના બનતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

મળતી માહિતી અનુસાર રેલવે ટ્રેક પર સેલ્ફી લઇ રહ્યા હતા ત્યારે અચાનક ટ્રેન આવી જાય છે અને બંને યુવકો ટ્રેનની અડફેટેમાં આવી ગયા હતા. આ ઘટનામાં 19 વર્ષીય સમીર અને 18 વર્ષીય સાહાબાનનું કરૂણ મૃત્યુ થયું છે. પોલીસે બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર બન્ને યુવકો ચાલતી ટ્રેન સાથે સેલ્ફી લેવાની કોશીષ કરી રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના બની હતી.

એટલા જ માટે કોઈપણ દિવસ આ પ્રકારની હરકત ન કરવી જોઈએ કારણ કે આ પ્રકારની હરકત કરવામાં આપણો જીવ પણ ચાલ્યો જાય છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મસુરી પોલીસ સ્ટેશન વિસ્તારના ડાસા રેલવે ટ્રેકની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ટ્રેન સાથે સેલ્ફીના ચક્કરમાં બે યુવકોએ ગુમાવ્યા પોતાના જીવ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*