દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે ફરી એક વખત પેટ્રોલના ભાવમાં વધારો થયો પરંતુ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલમાં પ્રતિ લિટર 35 પૈસાનો વધારો કરાયો છે.
તેજ સાથે દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ વધારા સાથે 99.16 રૂપિયા અને ડીઝલ નો ભાવ 89.18 રૂપિયા જોવા મળ્યો છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં 26 ફેબ્રુઆરી થી પેટ્રોલની કિંમતમાં વધારો થયો હતો.
ત્યારબાદ માર્ચ અને એપ્રિલ મહિનામાં ચૂંટણી હોવાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા અને 4 મેથી પેટ્રોલના ભાવમાં વધારો થયો. 4 મે થી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 34 વખત વધારો કરવામાં આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 8.84 રૂપિયા વધ્યો છે. અને 4 મેથી અત્યાર સુધી ડીઝલના ભાવમાં 33 વખત વધારો કરવામાં આવ્યો છે. આ સમયે દરમ્યાન ડીઝલના ભાવમાં 8.39 રૂપિયાનો વધારો થયો છે.
મુંબઈ શહેરમાં આજે ભાવ વધારા પેટ્રોલનો ભાવ 105.24 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 96.72 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં આજે પેટ્રોલનો ભાવ 100.13 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 93.72 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતામાં આજે પેટ્રોલનો ભાવ 99.04 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 92.03 રૂપિયા છે પેટ્રોલ ડીઝલનો ભાવ ઘરબેઠા જાણવું હોય.
તો ઇન્ડિયન ઓઇલ ની વેબસાઇટ અનુસાર તમે RSP અને તમારા શહેર નો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. Hpclના ગ્રાહકોને Hpprice લખીને 9222201122 આ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment