ચુંટણીના સમયે અનેક સમસ્યાઓ સામે સામે આવતા હોય છે અને એક જ સમાજમાં અનેક ભાગલા પડી ગયા હોય છે. રાજકારણને એક પરિવારમાં પ્રવેશ કર્યું હોય તેવું લાગી રહ્યું છે અને વાસણા વોર્ડમાં પિતા પુત્ર એકબીજાની સામે ચૂંટણી જંગ લડી રહ્યા છે.
પિતા વિનુભાઈ ગોહેલ કોંગ્રેસમાંથી ઉભા છે ત્યારે તેમનો પુત્ર નિમેષ ગોહેલ આમ આદમી પાર્ટીમાંથી ઊભો છે.આ ચૂંટણીમાં મહાનગરપાલિકાના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતાં હવે પ્રચાર પ્રચંડ રીતે શરૂ થઈ ગયો છે.
પિતા વિનુભાઈ ગોહેલ વાસણા વોર્ડ માંથી પ્રચાર કરી રહ્યા છે. વિનુભાઈ ને પિતા અને પુત્ર ના ચૂંટણી જંગ વિશે પ્રશ્ન કર્યો તો તેઓએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ મારા પુત્રને ભર્મિત કરીને ચૂંટણી લડાવી રહ્યા છે.
પુત્ર નિમેષ ગોહેલે ને પિતા સામે ચૂંટણી લડવા નું કારણ પુછતા તેમણે સ્પષ્ટ જણાવ્યું કે,મારા માટે પિતા નહિ પરંતુ પક્ષ મહત્વનો છે.અરવિંદ કેજરીવાલે શિક્ષણમાં જે કામ કર્યું.
તેનાથી પ્રેરાઈને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.સાથે જ તેઓએ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને સામે સામે આક્ષેપ કરતા જણાવ્યું કે બંને પક્ષોએ સામાન્ય અને ગરીબ લોકો માટે કામ નથી કર્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment