સમગ્ર દેશભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં માત્ર 10 વર્ષની બાળકીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ત્રણ ડિસેમ્બર ના રોજ એક ખેતરમાંથી બાળકી ઝડપથી હાલતમાં મળી આવી હતી. બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી હતી અને તેના આંતરડા બહાર આવી ગયેલા હતા. આટલું જ નહીં પરંતુ તેના મોઢા ઉપર અને હાથ ઉપર ધારદાર વસ્તુના ઘા પણ જોવા મળ્યા હતા.
લગભગ અડધો કલાક સુધી બાળકીએ તરફડિયા માર્યા હતા અને પછી બાળકીએ પરિવારના સભ્યો સામે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. બાળકીના મૃત્યુ બાદ પરિવારના લોકોએ શકીલ નામના પોતાના પર દીકરીનો જીવ લેવાનો આરોપ નાખ્યો હતો.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે એક ચોકાવનારો ખીલાસો કર્યો. મૃત્યુ પામેલી દીકરીનું નામ અનમના હતું. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, દીકરીના પિતા અનીસ, કાકા શાદાબ અને દાદા શહજાદેએ દુશ્મનીનો બદલો લેવા દીકરીનો જીવ લીધો હતો. મળતી માહિતી અનુસાર દીકરીના પિતાએ પોતાના ભાઈ શાદાબને બચાવવા માટે પોતાની માસુમ દિકરીનો જીવ લઇ લીધો હતો.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને આ તમામ આરોપીઓએ પોતાનો ગુનો કબુલ કર્યો છે. મળતી માહિતી અનુસાર બાળકીના પિતાએ તેના ત્રણ ભાઈઓએ અને દાદાએ મળીને માસુમ બાળકીનો જીવ લીધો હતો. ત્રણ ડિસેમ્બરના રોજ આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો અને પાંચ ડિસેમ્બરના રોજ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ઉત્તરપ્રદેશના પેલીભીતમાં બની હતી.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો વર્ષ 2019 માં મૃત્યુ પામેલી બાળકીના કાકા શાદાબને ગામની પાસે રહેનારી એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને લગ્ન કરવા ઇચ્છતા હતા પરંતુ યુવતીને પરિવારના લોકો લગ્ન માટે રાજીના હતા. પરિવારના લોકોને ઘણા સમજાવ્યા પરંતુ યુવતીના પરિવારના લોકો રાજી ન થયા તો બાળકીના કાકા અને યુવતી ભાગી ગયા હતા અને લગ્ન કરી લીધા હતા. તેથી યુવતીના ભાઈ શકીલે આ લગ્નનો વિરોધ કર્યો હતો. ત્યાર પછી બંને પરિવાર એકબીજાના દુશ્મન બની ગયા હતા.
આ દરમિયાન સાકિલની પત્ની પર શારીરિક શોષણ કરવાના કેસમાં, કોર્ટમાં તહરીરના આધારે શાબાદ વિરુદ્ધ ફરિયાદનો કેસ નોંધવામાં આવ્યો હતો. થોડાક દિવસો પહેલા જ કોટે શાબાદ વિરુદ્ધ વોરંટ પણ જાહેર કર્યો હતો. વોરંટ જાહેર થયા બાદ પરિવારના લોકોને પોતાના દીકરાને બચાવવાની ચિંતા થવા લાગી હતી. દીકરીના કાકા અને દાદા ને કંઈ સમજાતું ન હતું. ત્યારે તેઓએ માસુમ દીકરીનો જીવ લેવાનું કાવતરું ઘડ્યું હતું.
તે લોકોનો પ્લાન હતો કે દીકરીનો જીવ લઈ લેવાનો અને ત્યારબાદ આ કેસમાં શકીલને ફસાવી દેવાનો. આ ઘટનાને અંજામ આપવા માટે દીકરીના પિતાએ પણ સાથ આપ્યો હતો.ત્યારબાદ આરોપીઓએ ભેગા મળીને દસ વર્ષની માસુમ દીકરીનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લીધો. ત્યાર પછી દીકરીનો જીવ શકીલે લીધો છે તેવો આરોપ નાખ્યો હતો. પરંતુ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો અને ઘટનાના પાંચ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment