હાલમાં બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવતીએ પોતાના પ્રેમી સાથે મળીને કંઈક એવું કર્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આખી ઘટના સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. આ સમગ્ર ઘટના 13 નવેમ્બર થી શરૂ થઈ હતી. યુપીના ગૌતમ બોધ નગરમાં પોલીસને 13 નવેમ્બરના રોજ એક યુવતીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેવી માહિતી મળી હતી. તે યુવતી ની ઉંમર 21 વર્ષની હતી.
યુવતી નો આખો ચેહરો બાળી નાખવામાં આવ્યો હતો અને તેના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે “હું મારી ઈચ્છાથી આ પગલું ભરો છું.” મૃત્યુ પામેલી યુવતીએ પોતાનું નામ પાયલ જણાવ્યું હતું. મૃત્યુ પામેલી યુવતીના પરિવારમાં બે ભાઈઓ છે અને માતા-પિતા ઘણા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ પાયલના ભાઈઓએ પોતાની બહેનનો આ મૃતદેહ છે તેવું માનીને તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. પછી પાછળથી એક એવો ચોંકાવનારો ખુલાસો થયો કે ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા.
પછી પાછળથી જાણવા મળ્યું કે આ મૃતદેહ પાયલનું નહીં પરંતુ હેમલતાનો છે. 13 નવેમ્બર ના રોજ યુવતીના પરિવારજનોને ઘરમાં બળેલી હાલતમાં તેનું મૃતદેહ મળી આવ્યું હતું. પરિવારના સભ્યો હોય તેને મૃત સમજીને પોલીસને જાણ કર્યા વગર તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. જે યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તે યુવતી વાસ્તવિકતામાં મૃત્યુ પામી જ નથી. તે યુટીએ પોતાના પ્રેમી સાથે મળીને એક કોલ ગર્લ યુવતીનો જીવ લઈ લીધો હતો અને ત્યારબાદ બંને ફરાર થઈ ગયા હતા.
આ સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો ત્યારે ઘરેથી ગુમ થયેલી યુવતીના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સૌપ્રથમ આરોપી પાયલ અને તેના પ્રેમી અજય મળીને એક કોલ ગર્લ યુવતીનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ બધા પુરાવા નાશ કરવા માટે પાયલે પોતાના કપડા મૃતદેહને પહેરાવી દીધા હતા. આટલું જ નહીં પરંતુ ચહેરો જોઈને કોઈને ઓળખ ન થાય તે માટે ચેહરા ઉપર એસિડ નાખીને ચહેરાને બાળી નાખ્યો હતો. આ બધું કરીને પાયલે પોતાની મૃત સાબિત કરી દીધી હતી.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી પાયલનો નંબર ટ્રેસ કર્યો હતો. જેથી પોલીસ તેના પ્રેમી અજય પાસે પહોંચી ગઈ હતી. અજયની કડક પૂછપરછ દરમિયાન તેને પોતાનો ગુનો કબુલ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે પાયલ અજય સાથે લગ્ન કરવા માગતી હતી. પરિવારના લોકો વચ્ચે બાધા રૂપ ન બને તે માટે પાયલ પોતે મૃત્યુ પામી ગઈ છે તેઓ બતાવવા માટે આ સમગ્ર કાવતરું ગયું હતું.
પાયલે વિચાર્યું હતું કે પરિવારના લોકો તેને મૃત સમજી લેશે એટલે તે પોતાના પ્રેમી અજય સાથે આરામથી રહી શકશે. હાલમાં પોલીસે આરોપી પાયલ અને તેના પ્રેમીને કસ્ટડીમાં લીધા છે. આ ઘટનાનો પ્લાન બનાવવા માટે પાયલ એ અજયને એક એવી છોકરી ગોતવાની કીધી કે જેના શારીરિક બાંધો જેવા જ દેખાતા હોય. ત્યારબાદ અજય એક કોલ ગર્લ બોલાવી હતી તે તેને પહેલેથી જ ઓળખતો હતો. 12 નવેમ્બરના રોજ અજય કોલ ગર્લ સાથે પાયલ ના ઘરે પહોંચ્યો હતો.
અજય અને પાયલે મળીને કોલ ગર્લના ગળા ઉપર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ પાયલ એ પોતાના કપડાને પહેરાવી દીધા હતા. ત્યારબાદ એક સુસાઇડ નોટ લખીને પણ કોલ ગર્લના મૃતદેહ ની બાજુમાં મૂકી દીધી હતી અને કોઈને કોલ ગર્લનો ચહેરો ન ઓળખાય તે માટે તેના ચહેરા ઉપર એસિડ નાખી દીધું હતું અને ત્યારબાદ બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે અને પોલીસ હજુ પણ બંનેની પૂછપરછ કરી લે છે પૂછપરછ દરમિયાન ઘણા બધા ખુલાસાઓ થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment