રાજ્યમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. કોરોના નો કહેર વચ્ચે લોકો પોતાની સામાન્ય જિંદગી વિતાવી પણ મુશ્કેલ પડી રહી છે. કોરોના ટેસ્ટનો રિપોર્ટ માટે ખાનગી લેબમાં 2500 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હતા. RTPCR ટેસ્ટ ના ભાવ ઘટાડવાની માંગ બાદ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધેલ છે. રાજ્યમાં કોરોના RTPCR ટેસ્ટ માટે ચાર્જમાં ઘટાડો કરાયો છે.અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં આ ટેસ્ટમાં ભાવ વધુ હોવાથી ગરીબ મધ્યમ વર્ગના લોકોને હાલાકી પડી રહી છે.
રાજ્યમાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ નો ચાર્જ માં ઘટાડો કરવામાં આવ્યો છે.હવે 2500 ની જગ્યાએ ટેસ્ટ માટે 1500 રૂપિયા ચૂકવવા પડશે. પહેલા 2500 રૂપિયાનો કોરોના ટેસ્ટ માટે ચાર્જ લેવાતો હતો. હવે ઘરે આવીને ટેસ્ટ કરશે તો 2000 ચૂકવવા પડશે. અગાઉ 3000 રૂપિયા ચાર્જ હતો. હાલમાં રોજ 70 હજાર લોકોને ટેસ્ટ કરવામાં આવે છે.
આપને જણાવી દઇએ કે, કોરોના ના રિપોર્ટના પહેલા 4500 લેવાતા હતા. જોકે મે મહિનાની 27મી તારીખે ICMR એ 4500 રૂપિયાની ટોચ મર્યાદા હટાવી દીધી હતી.
રાજ્ય સરકારે 2500 રૂપિયા લેવાનો નિર્ણય કરાયો હતો. હવે સરકારે ભાવ ઘટાડતા 1500 રૂપિયા લેવાનો નિર્ણય કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment