દરેક લોકો સપના જોવે છે અને પોતાના સપના પુરા કરવા માટે મહેનત કરતા હોય છે. પરંતુ સુરતના આ વેપારીએ ગામડામાં રહેતા વડીલોનું સપનું પૂરું કર્યું છે. સુરતના વેપારીએ ગામડામાં રહેતા વડીલોની પ્લેનમાં બેસવાનું સપનું પૂરું કર્યું છે.
છગનભાઈ રણછોડભાઈ સિમેડીયા 15 વર્ષ પહેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા ધામેલ ગામમાં ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ત્યાંથી હીરાના ધંધા માટે સુરત આવ્યા હતા. અત્યારે તેઓ સુરત અને બેલ્જિયમમાં ઓફિસ ધરાવે છે.
છગનભાઈ રણછોડભાઈ સિમેડીયા હાલ કતારગામ ગજેરા સર્કલ પાસે આવેલા ભવાની હાઈટ્સમાં રહે છે. સુરતના હીરાઉદ્યોગમાં ખૂબ જ સંપત્તિ બન્યા બાદ તેઓ પોતાના વતનનું ઋણ અદા કરવાનું ચૂક્યા નથી. છગનભાઈ રણછોડભાઈ ગામડામાં રહેતા વડીલોને પોતાના ખર્ચે વિમાનમાં બેસાડીને હવાઈ યાત્રા કરાવી છે.
છગન ભાઈ રણછોડભાઈ પોતાના ગામના વડીલોની અમરેલી થી સુરતની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી. ગુરુવારે વહેલી સવારે તેઓ વડીલો સાથે અમરેલીની ફાઇટમાં બેઠા હતા. અને સવારના દસ વાગ્યાની આસપાસ થયો સુરત એરપોર્ટ ઉતર્યા હતા.
વડીલો માટે એરપોર્ટથી ઘરે જવા માટેના વાહનની સુવિધાઓ પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ ગામડેથી આવેલા વડીલોને સુરતના વિવિધ જોવાલાયક સ્થળો પર ફેરવવામાં આવ્યા હતા. ત્યારબાદ વડીલો સુરતમાં રહેતા પોતાના બાળકો પાસે ગયા હતા.
પ્રથમ વખત હવાઈ યાત્રા કરતી વખતે વડીલો ખૂબ જ ખુશ દેખાયા હતા. છગનભાઈ વડીલોનું હવાઈ જહાજમાં બેસવાનું સપનું પૂરું કર્યું છે. છગનભાઈ ગામમાં ખૂબ જ મહેનત થી ખેતી કરતા હતા. ખેતરમાં કામ કરતી વખતે છગનભાઈ આ વડીલોની મહેનત નિહાળી હતી. આથી તેઓએ વડીલોનું પ્લેનમાં બેસવાનું સપનું પૂરું કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment