કબરાઉ ધામ બેઠેલી માં મોગલના તો પરચા અપરંપાર છે. માં મોગલ તો દુઃખ હરનારી છે અને અત્યાર સુધીમાં માં મોગલે લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા હશે. એટલે જ માં મોગલને અઢારે વરણની માતા કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં માં મોગલ લાખો હરિભક્તોને પોતાના પરચા બતાવ્યા છે.
માં મોગલના પરચાની અવારનવાર વાતો આપણી સામે આવતી હોય છે. મિત્રો તમને જણાવી દઈએ કે દેશ-વિદેશમાંથી પણ લોકો પોતાની માનતા પૂરી કરવા ગુજરાતના કચ્છમાં આવેલા કબરાઉ ધામ આવે છે.એવામાં હાલમાં એક વ્યક્તિને માં મોગલ એ એવો પરચો આપ્યો કે જાણીને તમને પણ માં મોગલ પર બે ગણી શ્રદ્ધા થઈ જશે.
મિત્રો તમને જણાવી દઈએ કે એક વ્યક્તિ 13 તોલાનો સોનાનો હાર લઈને માં મોગલના ધામ કબરાઉ પહોંચ્યો હતો. ત્યાર પછી આ વ્યક્તિએ મણિધર બાપુ સાથે અહીં વાતચીત કરી હતી. પોતાની વાત જણાવતા વ્યક્તિએ મણીધર બાપુને જણાવ્યું કે, એક વર્ષ પહેલા તેમનો 13 તોલાનો સોનાનો હાર ખોવાઈ ગયો હતો.
હાર ખોવાઈ ગયા બાદ પરિવારના લોકો ખૂબ જ ટેન્શનમાં આવી ગયા હતા અને અમે બધી જગ્યાએ હાર શોધ્યો પરંતુ અમને હાર મળ્યો નહીં. સોનાનો હાર ખોવાઈ ગયો તેના અનેક દિવસો વીતી ગયા અને પછી આ ભાઈએ માં મોગલને યાદ કરીને તેમની માનતા માની હતી. અને થોડાક દિવસોમાં જ એક વર્ષ પહેલા ખોવાઈ ગયેલો હાર તેમના જ ઘરમાંથી મળી આવ્યો હતો.
આ ભાઈ આખી વાત મણીધર બાપુને કરી હતી. તેનો વિડીયો પણ નીચે મુજબ આપેલો છે. સોનાનો હાર મળી ગયા બાદ આ વ્યક્તિ પોતાના પરિવારજનો અને 13 તોલાના હાર સાથે કચ્છમાં આવેલા માં મોગલના ધામ કબરાઉ પહોંચ્યા હતા. અહીં તેમને મણીધર બાપુને માં મોગલના પરચા વિશેની વાત કરી હતી.
હાર મળી ગયો એટલે પરિવારના લોકો ખૂબ જ ખુશ હતા. ત્યારે આ વ્યક્તિને મણીધર બાપુએ કહ્યું કે, માં મોગલ તો અઢારે વર્ણની માતા છે. માં મોગલ પાસે સાચા મનથી જો માનતા રાખો કે, કોઈ ઈચ્છા પ્રગટ કરો તો માં જરૂર પુરી કરે છે. અત્યાર સુધીમાં અનેક લોકોને માં મોગલના પરચા મળ્યા છે. તેથી જ દરરોજ સેકડો લોકો માં મોગલના આશીર્વાદ લેવા માટે અહીં આવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો