વડોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ બનીને કલ્પેશ ઠાકોર નામના યુવકે 19 વર્ષની તૃષા સોલંકી નામની યુવતીનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બન્યા બાદ સમગ્ર ગુજરાતની જનતા હવે મચી ગઇ હતી. દીકરી તૃષાના મૃત્યુના કારણે માતા-પિતાના રડી રડીને બેહાલ થઇ ગયા છે. તેઓ આરોપી કલ્પેશને કડકમાં કડક સજા મળે તે માટેની માંગ કરી રહ્યા છે.
ત્યારે બીજી તરફ આરોપી કલ્પેશની માતા પોતાના દીકરાના બચાવમાં આગળ આવી છે. આરોપી કલ્પેશની માતા મીનાબેને કહ્યું કે, કલ્પેશ જ્યારે ધોરણ 10 માં ભણતો હતો ત્યારથી તેની અને તૃષાની દોસ્તી હતી. પરંતુ તૃષાના પરિવારે આ સંબંધ મંજુર નહોતો.
વધુમાં આરોપી કલ્પેશના માતા મીનાબેન કહ્યું કે, અમે છોકરી ને જાણતા જ હતા. મારા દીકરાની ત્રણ થી ચાર વર્ષ આ છોકરી સાથે દોસ્તી હતી. છોકરી ના ફોન આવતા હતા. અમે ફોન ઉપાડે તો કોણ બોલો છો કહીને ફોન કાપી નાખતી હતી.
વધુમાં આરોપી કલ્પેશની માતા મીનાબેને કલ્પેશનો બચાવ કરતા કહ્યું કે, અમે અમારા દીકરાનો બચાવો ઈચ્છીએ છીએ. જેટલી બને એટલી ઓછી સજા મળે. અમારા દીકરાનો પણ વાંક છે અમે નથી પડતા. પણ છોકરીના પણ ફોન આવતા હતા. એના કેટલાય ફોન આવતા હતા. પરંતુ જ્યારે હું ફોન ઉપાડો ત્યારે તે ફોન કટ કરી નાખી હતી.
વધુમાં મીનાબેને કહ્યું કે, એક વખત છોકરી ના પપ્પા અને એનો ભાઈ અહીં રોડ પર આવ્યા હતા અને કહેતા હતા કે તમારો છોકરો મારી છોકરીને મળવા બોલાવે છે. તેઓ અમારી સાથે માથાકૂટ કરી હતી. ત્યારે મારા છોકરાએ કહ્યું હતું કે છોકરીએ મળવા બોલાવ્યો હતો અને હું મળવા ગયો હતો એટલી મારી ભૂલ છે.
છોકરીના પિતા ના દબાણના કારણે મારા દીકરાએ છોકરી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ છોકરી ના ફોન આવતા હશે એટલે એને ખરીદી વાત કરવાનું શરૂ કરી દીધું હશે. આ ઉપરાંત આરોપી કલ્પેશના ભાઈ જણાવ્યું કે કલ્પેશ દોઢ મહિનાથી નર્વસ રહેતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment