કોરોના થી બચવા માટે, અમિત શાહ ના ગૃહમંત્રાલયે દેશના બધા રાજ્યોને આપ્યો આ નિર્દેશ

દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના ના કેસો ઘટી રહ્યા છે અને દેશમાં કોરોના ની બીજી લહેર પણ ઘટતી જોવા મળે છે. અને સરકાર દ્વારા રસીકરણ અભિયાન જેમ બને તેમ ઝડપી કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. જાણકારોએ કહ્યું કે ભારતમાં ત્રીજી લહેર નહીં આવે તે વાતને નકારી ન દેવી જોઈએ.

તેમનું કહેવું છે કે કોરોના ની બીજી લહેર ઓછી થતાં જ રાજ્યમાં લોકડાઉન ના પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે અને ઘણા રાજ્યમાં હજુ આંશિક લોકડાઉન જાહેર કરેલું છે. પરંતુ સરકારે આપેલી આ છૂટછાટ ના લીધે આપણે કોરોના ની ત્રીજી લહેરને આમંત્રિત કરી રહ્યા છીએ.

આ મુદ્દે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા જ રાજ્યોના સચિવોને ચિઠ્ઠી લખી છે. દરેક રાજ્યોએ આ માટે 3T+V ફોર્મ્યુલા લાગુ કરવો પડશે.

કેન્દ્રીય ગૃહ સચિવ અજયએ પત્રમાં લખ્યું છે કે લોકોને પ્રતિબંધ ઉપર આપેલ છૂટછાટ આપતા સમયે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને વેક્સિનેશન એટલે કે તમામ રાજ્યોને 3T+V ફોર્મ્યુલા લાગુ કરવાનો રહેશે.

રાજ્યો અને આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દરેક કોરોનાના પ્રોટોકોલનું ધ્યાનમાં રાખીને પ્રતિબંધો પણ છૂટછાટ આપવામાં આવશે. પરંતુ ઘણી જગ્યાએ લોકોને છૂટ આપતા હવે શાર્ક માર્કૅટ અને બીજી ઘણી જગ્યાએ ભીડ જોવા મળી રહી છે.

આ ઉપરાંત સરકારે કહ્યું કે દેશમાં ભલે કોરોના ના કેસો ઘટી રહ્યા છે પરંતુ કોરોનાના ટેસ્ટિંગની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં.

કારણ કે દેશમાં કોરોના ની સ્થિતિ કોઈપણ સમયમાં બદલાઈ શકે છે. અને જો સ્થિતિ બદલાશે તો ફરી એક વખત દેશમાં કોરોના ના કેસો વધવા લાગશે અને ફરીથી લોકડાઉન ની નોબત પણ આવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*