ગુજરાત રાજ્યમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે અમદાવાદમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અહીં અમરાઈવાડીમાં દીકરાના મૃત્યુનો બદલો લેવા માતા પિતા અને ભાઈએ મળીને જાહેરમાં એક યુવકનો જીવ લઈ લીધો છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી મિલન સોલંકી, પરેશ વલકર, નટુભાઈ સોલંકી અને લક્ષ્મીબેન સોલંકીની ધરપકડ કરી છે. આ તમામ લોકોએ મળીને જાહેરમાં એક યુવકનો જીવ લીધો છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ નવલેશભાઈ હતું.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો નવલેશભાઈના ભાઈ ગીરીરાજ આરોપીઓના પુત્ર કિરણ સોલંકીનો જીવ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર ગેસ સિલિન્ડરને લઈને માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટમાં કિરણ સોલંકીનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.
દીકરાનો બદલો લેવા માટે નટુભાઈ તથા લક્ષ્મીબેન અને મિલને ષડયંત્ર રચ્યું હતું. મળતી માહિતી અનુસાર કિરણનો જીવલેનાર ગીરીરાજના ભાઈ નવલેશભાઈ ઘરની નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મૃતક કિરણ સોલંકીના પરિવાર ધારદાર વસ્તુ વડે નરેશ પર પ્રહાર કર્યા હતા અને તેનો જીવ લઈ લીધો હતો.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા નવલેશભાઈનો ભાઈ ગીરીરાજ જીવ લેવાના કેસમાં સેન્ટ્રલ જેલમાં છે. મળતી માહિતી અનુસાર નવલેશભાઈ આરોપી મિલન સોલંકીના ઘરની નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મિલને પોતાના મિત્ર પરેશને બોલાવ્યો હતો.
અમદાવાદમાં દીકરાના મૃત્યુનો બદલો લેવા માતા-પિતા અને ભાઈએ મળીને, જાહેરમાં એક યુવકનો જીવ લઈ લીધો – જુઓ ઘટનાના CCTV ફૂટેજ… pic.twitter.com/SR3HoApvkq
— GUJJU ROCKZ (@gujju_rockz) July 3, 2022
બંને ધારદાર વસ્તુ લઈને નવલેશભાઈની પાછળ દોડી હતા. મળતી માહિતી અનુસાર નવલેશ ભાગે નહીં તે માટે આરોપી લક્ષ્મીબેને પોતાની સાડીથી તેને બાંધી રાખ્યો અને મિલને ધારદાર વસ્તુ વડે નવલેશનો જીવ લઈ લીધો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે ચારે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment