આજકાલ ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. જ્યારે તળાજાના મણાર ગામ ખાતે એક પરિણીત મહિલાએ મોડી રાત્રે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર મહિલાએ પતિ, સાસુ અને નણંદ ના ત્રાસથી કંટાળીને પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના ભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે 12 વાગ્યાની આસપાસ અફસાના નામની મહિલાએ પોતાના પતિ સાસુ અને નણંદના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઇ લીધો હતો.
આ ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી અફસાના ભાઈ પોલીસ મથકમાં તેમના બનેવી ઈમરાનભાઈ દિલાવરભાઈ કુરેશી, તેમની બહેનના સાસુમાં મુનીબેન અને તેની બહેનનાં નણંદ આસ્મીનબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, દસ વર્ષ પહેલા મારી બહેનના લગ્ન મણાર ગામના ઈમરાનભાઈ કુરેશી સાથે થયા હતા.
ત્રણ વર્ષ પૂર્વે મારી બહેનને પિયરે આવીને જણાવ્યું હતું કે, ઈમરાન દારૂ પીને ઘરે આવે છે અને વારંવાર મારી સાથે માથાકૂટ કરે છે. આ ઉપરાંત મારી બહેને જણાવ્યું હતું કે સાસુમાં કરયાવર માટે મને હેરાન કરતા હતા.
આ ઉપરાંત જણાવ્યું કે મારી નણંદ ઈમરાનને દારૂ પીવડાવે છે. આ ઉપરાંત એક વર્ષ પૂર્વે મારી બહેન નો ફોન આવ્યો હતો કે, હું મારા સાસરિયામાં વધારે નહીં જીવી શકું મને લઈ જાઓ, જેનાથી અમે અમારી બહેનને પિયર તેડી આવ્યા હતા.
જ્યારે થોડાક દિવસ પહેલા મારી બહેન ના સસરા નું એક્સિડન્ટ થયું હતું તેના કારણે અમે તેને સમજાવીને તેને પાછી સાસરે મોકલી હતી. પરંતુ ગઈકાલે રાત્રે બાર વાગ્યે મારી બહેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment