ગુજરાત રાજ્યમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અમરેલીના ગોકુળધામ એપાર્ટમેન્ટમાં ચોથા માળેથી કૂદીને એક મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાને લઈને એક નવો વળાંક આવ્યો છે. મૃત્યુ પામેલી મહિલાના ઘરમાંથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે.
સુસાઇડ નોટમાં મહિલાએ એક પોલીસ કર્મી સહિત ત્રણ લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, અમરેલીના લાઠી રોડ પર આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટમાં રહેતી ગીતા બોદરા નામની મહિલાએ ચોથા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું.
આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસને તપાસ દરમિયાન મહિલાના ઘરમાંથી એક ડાયરી મળી આવી હતી.
તેમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. સુસાઇડ નોટમાં મહિલાએ જણાવ્યું હતું કે, એક પોલીસ કર્મચારી સહિત ત્રણ વ્યક્તિઓના ત્રાસના કારણે તે આ પગલું ભરી રહે છે. પોલીસે સોસાયટી નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મહિલાએ સુસાઇડ નોટમાં પ્રિયંકા જોશી, અમરેલી પોલીસના મોરી અને રાજદીપ વાળા નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. આ ત્રણેય તેની પાછળ પડી ગયા હોવાનો મહિલાએ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત કરસન બોદરા જેમની સાથે મહિલાના લગ્ન થયા હતા તે પણ તેમને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા તેવો ઉલ્લેખ કર્યો હતો.
મહિલાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે આ બધાના ત્રાસના કારણે હું આ પગલું ભરું છું. આ બધા લોકો મારા મૃત્યુના જવાબદાર છે. હું તો પોતાનું જીવનને ટૂંકાવવું છું પરંતુ આ લોકોનું સડી સડીને મૃત્યુ થશે. એવું મહિલાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment