ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે રથયાત્રા નીકળશે કે નહીં તે અંગે હજુ સુધી કોઇ પણ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા નથી. પરંતુ મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની જળયાત્રા આયોજન કરવામાં આવશે.
તેની પણ મંદિર પરિસરમાં આજથી યોજાઈ રહી છે. રથયાત્રા નિકળશે કે નહીં તેનો નિર્ણય નથી આવ્યો. પરંતુ રાજ્યમાં પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાને લઈને તૈયારીઓ બતાવી છે.
અમદાવાદ મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે પોલીસે રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. રથયાત્રાને લઈને પોલીસે ત્રણ એકશન પ્લાન તૈયાર કર્યા છે.
માહિતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે માત્ર રથ કે ભગવાનની મૂર્તિ ટ્રકમાં મૂકીને રથયાત્રા કાઢવાની વિચારણા ચાલી રહી છે.
માન્યતા મુજબ એક દિવસથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ મામાને ઘરે જાય છે. અને આ દિવસોમાં મંદિરમાં ભગવાન જગન્નાથજીના દર્શન થતા નથી. તેમની પ્રતિમાના સ્થાને માત્ર ભગવાન જગન્નાથજીનો ફોટો મુકવામાં આવે છે.
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નું મોસાળ સરસપુરમાં છે. પૂનમના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નિજ મંદિરમાં પરત ફરે છે. ત્યારબાદ અમદાવાદમાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment