દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે શનિવારના રોજ રાત્રે લગભગ 10:00 વાગ્યાની આસપાસ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં દિલ્હી જયપુર નેશનલ હાઈવે પર ટ્રેલર અને સ્વીફ્ટ કાર વચ્ચે ટ્રેક્ટર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં સ્વીફ્ટ કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી.
જેના કારણે કારમાં સવાર મામા અને ભત્રીજા સહિત ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે કારની અંદર ચાર લોકો સવાર હતા. ચારેય લોકો કારમાં સવાર થઈને બારીજોડી થી શ્યામપુરા એક જાનમાં જઇ રહ્યા હતા.
ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં 23 વર્ષીય દિનેશ રેગર અને 33 વર્ષીય ગૌતમ રેગર નામના વ્યક્તિને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
જ્યારે 22 વર્ષીય જીતેન્દ્ર ચાંદોલિયા અને 28 વર્ષીય સુભાષ ચાંદોલિયાને વધુ સારવાર માટે જયપુર એસએમએસમાં રેફર કરવામાં આવ્યા હતા. અહીં મોડી રાત્રે સારવાર દરમિયાન જીતેન્દ્રનું મોત થયું હતું. હાલમાં સુભાષની સારવાર ચાલુ છે અને તે જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યો છે.
માહિતી અનુસાર શનિવારના રોજ કારમાં સવાર તમામ લોકો એક જાનમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
ગૌતમ રેગરના મૃત્યુના કારણે ત્રણ દીકરીઓએ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમની મોટી દીકરી ખુશી ધોરણ 11 માં અભ્યાસ કરે છે અને સૌથી નાનો દીકરો સની છ વર્ષનો છે. ચાર બાળકોના પિતાનું મૃત્યુ થતાં જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment