ત્રણ લોકોને મળ્યું નવું જીવન દાન : આ મહિલાનું મૃત્યુ થતાં પરિવારજનોએ તેમના લીવર અને કિડનીનું દાન કર્યું…

આપણા દેશમાં અંગદાન ને મહાદાન અને સર્વ શ્રેષ્ઠ દાન ગણવામાં આવે છે, ત્યારે દરરોજ કેટલાય લોકો અંગદાન કરતા હોય છે.અને અંગ દાન કરવાથી પુણ્યનું કામ કરીએ છીએ અત્યાર સુધી ઘણા લોકોએ અંગ દાન કર્યું હોઈ એવા કિસ્સા સામે આવ્યા છે. જ્યારે જણાવતા કહીશ કે અંગ દાન કરવાથી બીજા ઘણા લોકોને નવજીવન પ્રાપ્ત થાય છે.

આવા અંગદાનનાં ઘણાં કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે આજે આપણે એક આવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જ્યાં એક મહિલાનું બ્રેઈન ડેડ થઈ જતા તેમના પરિવારજનોએ તેમનું અંગદાન કરવાનો વિચાર આવ્યો. વિસ્તૃતમાં વાત કરતા કહીશ તો એ મહિલાનું નામ તખુબેન છે કે જેઓ હાલ અમદાવાદના બાવળા તાલુકાના બગોદરા ગામમાં રહે છે.

અને તેઓ સાફ-સફાઈ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે,ત્યારે તેમને પાંચ એપ્રિલના રોજ સવારે કામ કરતા કરતા તબિયત લથડી જતા નીચે પડી ગયા તેથી તેમના માથામાં ઘણી ઈજાઓ પહોંચી હતી. તે માટે તેમને સારવાર અર્થે બગોદરા ની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમ્યાન તેમને બાવળની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યારે તેમને સીટી સ્કેન કરવામાં આવ્યો તો જાણ થઈ કે તખુબેન ને બ્રેઈન હેમરેજ થયું છે, તેથી તેમની અસારવા સિવિલમાં લઇ જવામાં આવ્યા હતા ત્યારે ડોક્ટરે તેમના પરિવારજનોને અંગદાન વિશે માર્ગદર્શન આપ્યું હતું.

ત્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા તખું બેન ના પરિવાર લોકોને અંગ દાન કરવાની પ્રેરણા આપી હતી અને ત્યારે તેમના પરિવારે તે વાતથી સંમત થઇને ચકુબેન અંગોનું દાન કરવાનું વિચાર્યું અને તેમના પરિવારે લીવર અને બે કિડનીનું દાન કરીને બીજા લોકોને એક નવું જીવન દાન પ્રાપ્ત થયું, જે એક પુણ્યનું કામ કહી શકાય.

આ પરિવારજનોએ બ્રેઇનડેડ થયેલી મહિલા નું અંગદાન કરીને સમાજમાં એક નવો દાખલો બેસાડ્યો અને લોકોને પણ અંગદાન વિશેની જાણકારી પ્રાપ્ત થાય અને તેની પ્રેરણા મળે તેઓ આ પરિવારે કરી બતાવ્યો. આધુનિક યુગમાં સમાજ જાગૃતિ લાવવા માટે લોકોએ પણ માર્ગદર્શન લેવું પડે છે અને પ્રેરણા સમાજને આપવાથી અંગદાન કરીને જરૂરિયાત મંદ લોકોને નવજીવન પ્રાપ્ત થાય તેવી જાગૃતિ લાવવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*