લગ્નના ત્રણ મહિના બાદ પત્નીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, પતિએ પત્નીને ફોન પર માતા સાથે વાત કરવાની ના પાડી અને…

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે એક પરિણીત મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ બચાવી લીધો છે. મૃત્યુ પામેલી મહિલાના ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયા હતા. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ઈન્દોરમાં બની હતી. મળતી માહિતી અનુસાર 20 વર્ષીય પૂજા નામની પરિણીત મહિલાએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મંગળવારના રોજ ગાયત્રીનગર તેજજી ચોકમાં પૂજા તેના પતિ કૈલાશ સાથે એક ભાડાના મકાનમાં રહેવા આવી હતી.

બુધવારના રોજ સવારે પૂજા ને તેની માતા નો ફોન આવ્યો હતો. ત્યારે તેના પતિ કૈલાશે પૂજાને તેની માતા સાથે ફોન પર વાત કરવાની ના પાડી હતી. આ વાતથી પૂજા ભારે ગુસ્સામાં આવી ગઈ હતી અને બંને વચ્ચે ભારે માથાકૂટ થઇ ગઇ હતી. ત્યારબાદ પતિ કારખાને ચાલ્યો ગયો હતો.

જ્યારે પતિ સાત વાગ્યાની આસપાસ ઘરે પહોંચ્યો અને તેને દરવાજો ખખડાવ્યો ત્યારે પૂજાએ દરવાજો ખોલ્યો નહીં. ત્યારબાદ કૈલાશે દરવાજો તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારે ઘરમાંથી પૂજાનુ મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

પૂજાના પરિવારે પૂજાના પતિ પર આરોપ લગાવ્યો હતો કે, કૈલાશ ના કારણે પૂજાએ આ પગલું ભર્યું છે. આ મામલે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ને લઈને પૂજાના પરિવાર અને કૈલાસના પરિવાર વચ્ચે માથાકૂટ થઇ ગઇ હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*