આજે અમરેલીના રાજુલામાં એકા વિશ્વાસનીય અકસ્માત થયું છે. રાજુલાના ચારનાળા રોડ પર એક ટ્રકે ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ થયા છે.
મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો એવી હાલતમાં સામે આવ્યા છે તેને જોઈને તમારું હૃદય દ્રાવક થઈ જશે. આ મૃતદેહોને 108ના સ્ટાફ દ્વારા પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા.
આ સમગ્ર અકસ્માતની ઘટના બપોરના સમયે બની છે. બપોરના સમયે એક મોટરસાયકલ પર સવાર એક પુરુષ મહિલા અને બાળકનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે તેવા અહેવાલો સામે આવ્યા છે.
આ અકસ્માતમાં માતા પિતા અને તેમના પુત્રએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બેફામ બનેલા ટ્રક ના કારણે એક પરિવારે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઉપરાંત આ અકસ્માતની જાણ થતાં રાજુલા-જાફરાબાદ મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હીરાભાઈ સોલંકી દ્વારા મૃત્યુ પામેલા લોકોના પરિવારને સાંત્વાના આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment