મિત્રો હાલમાં તો સમગ્ર દેશભરના હિન્દુ લોકોમાં એક અનોખો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચારેય બાજુ રામ મંદિરની જ ચર્ચાઓ ચાલુ છે. આટલું જ નહીં પરંતુ દૂર દૂરથી લોકો ચાલીને અયોધ્યા જવા માટે રવાના થઈ ગયા છે. ઘણા લોકો સાયકલ લઈને અયોધ્યા જઈ રહ્યા છે અથવા તો ઘણા લોકો ચાલીને અયોધ્યા જઈ રહ્યા છે.
ત્યારે આજે આપણે તેવા જ એક યુવાનની વાત કરવાના છીએ જે 14 દિવસમાં 1008 કિલોમીટરની યાત્રા દોડીને પૂર્ણ કરશે. આ યુવાન પાંચ જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર થી અયોધ્યા જવા માટે રવાના થયા હતો. આ યુવાનની કેટલીક તસવીરો અને વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
મિત્રો આ યુવાન બીજું કોઈ નહીં પરંતુ ઇન્દોરના અલ્ટ્રા રનર કાર્તિક જોશી છે. આજ સુધીમાં તેમને દોડીને ઘણા બધા હજારો કિલોમીટરના સફર પૂર્ણ કર્યા છે. ત્યારે કાર્તિક જોશી 1008 કિલોમીટરનું અંતર કાપીને અયોધ્યા પહોંચશે. તેઓ આ સફર 14 દિવસમાં પૂર્ણ કરશે.
રનર કાર્તિક જોશી એ જણાવ્યું કે, 2019 માં તેમને દોડીને અયોધ્યા જવાનો વિચાર આવ્યો હતો. પછી જ્યારે રામ મંદિરનો નિર્ણય આવ્યો ત્યારે તેમને નક્કી કર્યું હતું કે, તેઓ રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા જશે.
इंदौर के बेटे कार्तिक जोशी, इंदौर से अयोध्या तक की 1008 किलोमीटर की दूरी दौड़कर तय करने के लिए बाबा रणजीत हनुमान जी का आशीर्वाद लेकर रवाना हुए। इस यात्रा को पूरा करने के लिए उन्हें 14 दिन का समय लगेगा।
इस अवसर पर कार्तिक को शुभकामनाएं प्रेषित की, मेरे साथ महापौर श्री… pic.twitter.com/MWjGoazezq
— Kailash Vijayvargiya (@KailashOnline) January 5, 2024
કાર્તિક જોશી એ વધુમાં જણાવ્યું કે હું મારા વ્યવસાયને આગળ રાખું છું અને અલ્ટ્રા રનીંગ કરીને હું અયોધ્યા રામલલાના દર્શન કરવા માટે જઈશ. કાર્તિક જોશી વધુમાં જણાવ્યું કે, ભગવાન શ્રીરામ 14 વર્ષ વનવાસમાં હતા. તેથી આ યાત્રા મેં 14 દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment